અમિત શાહ વિરોધી માનહાની કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ મંગળવારે કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીના કેસમાં 20 ફેબ્રુઆરીએ સુલતાનપુરની જિલ્લા સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોર્ટે રાહુલ ગાંધીને આવતીકાલે એટલે કે મંગળવારે હાજર થવાનો આદેશ આપ્યો છે. જેના કારણે રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાને આવતીકાલ બપોર પૂરતી થોભી દેવામાં આવશે. આ અંગે કૉંગ્રેસના કૉમ્યુનિકેશન મહાસચિવ જયરામ રમેશે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું. રાહુલ સામેનો આ કેસ 5 વર્ષ પહેલા અમિત શાહ વિરુદ્ધ કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણી સાથે સંબંધિત છે.
राहुल गांधी को कल, 20 फरवरी, सुबह सुल्तानपुर में उत्तर प्रदेश जिला न्यायालय में उपस्थित होने के लिए समन जारी किया गया है। यह मामला 4 अगस्त, 2018 को एक भाजपा नेता द्वारा दायर मानहानि के मुकदमे से जुड़ा है।
भारत जोड़ो न्याय यात्रा कल सुबह रुक जाएगी और दोपहर 2 बजे अमेठी के…
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 19, 2024
અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી
જયરામ રમેશે કહ્યું કે, માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુલ્તાનપુરની કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કરાયું છે. તેથી ભારત જોડો યાત્રા વિરામ લેશે. અમેઠીના ફુરસતગંજથી 20મી ફેબ્રુઆરીએ યાત્રા બપોરે 2 વાગ્યે ફરી શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારતના તાત્કાલિન જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. વિજ્ય મિશ્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ખૂની છે. જ્યારે મેં આ આરોપો સાંભળ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું કારણ કે હું પાર્ટીનો 33 વર્ષનો કાર્યકર છું. મેં મારા વકીલ મારફત આ અંગે ફરિયાદ નોંધાવી અને આ કેસને 5 વર્ષ થઈ ગયા છે.
રાહુલ ગાંધી દોષી જાહેર થતાં 2 વર્ષની સજા થઈ શકે છે
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 15 જુલાઈ 2018એ બેંગલુરુમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં 4 ઓગસ્ટ 2018ના કોજ MP-MLA કોર્ટ સુલતાનપુરમાં વિજય મિશ્રા વતી એડવોકેટ સંતોષ પાંડેએ ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં કોર્ટે રાહુલ વિરુદ્ધ અગાઉ પણ વોરંટ જારી કર્યું હતું. વિજય મિશ્રા તરફથી હાજર થયેલા વકીલ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવે તો તેમને મહત્તમ 2 વર્ષની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ફરી મોકૂફ, જાણો કારણ