ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજદ્રોહ કેસમાં શરજીલ ઈમામને કોર્ટે આપ્યા જામીન, રમખાણોના ષડયંત્ર રચવાનો પણ આરોપ

Text To Speech
  • જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યા હતા 

નવી દિલ્હી, 29 મે: શરજીલ ઈમામને કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે આજે બુધવારે રાજદ્રોહના કેસમાં શરજીલ ઈમામને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે વૈધાનિક જામીન માંગ્યા હતા. ઈમામ દિલ્હી રમખાણોના મોટા કાવતરાઓ રચવાના કેસમાં પણ આરોપી છે.

 

શું છે સમગ્ર મામલો?

દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને રાજદ્રોહ અને UAPA કેસમાં જામીન આપ્યા છે. રાજદ્રોહના ભાષણ આપવાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને વૈધાનિક જામીન મંજૂર કર્યા છે.

શરજીલ ઈમામે મહત્તમ 7 વર્ષની સજામાંથી અડધી સજા ભોગવવાના આધારે જામીન માંગ્યા હતા. આ મામલો AMU અને જામિયા વિસ્તારોમાં શરજીલ ઈમામ દ્વારા આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. શરજીલ ઈમામે તેને વૈધાનિક જામીન નકારતા નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

કોણ છે શરજીલ ઈમામ?

શરજીલ ઈમામ બિહારના જહાનાબાદનો રહેવાસી છે અને તેણે IIT બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે બે વર્ષ સુધી બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં ડેવલપર તરીકે કામ કર્યું અને પછી 2013માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ માટે JNUમાં એડમિશન લીધું. અહીંથી તેણે એમ.ફિલ અને પીએચડી કર્યું. શરજીલ ઈમામ બે વર્ષથી વધુ સમય સુધી ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન (AISA)માં પણ રહ્યો હતો અને AISA ઉમેદવાર તરીકે કાઉન્સેલર પદ માટે 2015 JNUSU ચૂંટણી લડ્યો હતો.

આ પણ જુઓ: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IPS અને IASની પૂછપરછ થશે, ચાલુ મીટિંગમાંથી RMCના TPOની અટકાયત

Back to top button