ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રાખી-આદિલ કેસઃ કોર્ટે આદિલ દુર્રાનીની FIR સામે રાખી સાવંતને વચગાળાની રાહત આપી

  • આદિલે આરોપ લગાવ્યો છે કે રાખીએ કથિત રીતે તેમના ખાનગી વીડિયો મીડિયાને બતાવ્યા હતા
  • આ મામલે સેશન કોર્ટમાંથી રાખીને રાહત મળી છે
  • રાખીના વકીલે આ માહિતી આપી હતી.

મુબઈ, 29 નવેમ્બર:  રાખી સાવંત વિરૂધ્ધ તેમના પૂર્વ પતિ આદિલ દુર્રાનીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આદિલે આરોપ લગાવ્યો હતો કે, રાખીએ કથિત રીતે મીડિયા સામે તેમના ખાનગી વીડિયો બતાવ્યા છે. હવે આ મામલે સેશન કોર્ટમાંથી રાખીને રાહત મળી છે. હાલમાં જ રાખીના વકીલે આ માહિતી આપી છે.

રાખી સાવંત ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જે તેની અસામાન્ય અને અનોખી શૈલી માટે જાણીતી છે. તે પણ કોઈને કોઈ મુદ્દાને લઈને હેડલાઈન્સમાં રહે છે. કેટલાક તેમને ડ્રામા ક્વીન કહે છે તો કેટલાક નૌટંકી. પરંતુ આદિલ દુર્રાની સાથેના તેમના લગ્નની વાતો કોઈનાથી છુપાયેલી નથી. અહેવાલો અનુસાર, રાખી સાવંતના વકીલ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે જણાવ્યું હતું કે, રાખીને આજે વચગાળાની રાહત આપવામાં આવી છે. તેમના પતિ આદિલ દુર્રાની દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સામે તેમને આ રાહત આપવામાં આવી છે.

આદિલે રાખી પર આરોપ લગાવ્યા

રાખી સાવંતનું લગ્નજીવન પાટા પરથી ઉતરી ગયું છે. રાખી અને તેમના પતિ આદિલ વચ્ચે લાંબા સમયથી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. રાખી સાવંતે આદિલ પર મારપીટ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ આદિલે જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું. જોકે હાલમાં તેઓ બહાર આવી ગયા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આદિલે પણ રાખી પર અનેક આરોપો લગાવ્યા હતા.

આદિલે રાખી પર આરોપ લગાવ્યો હતો કે, રાખીએ તેમની ખાનગી તસવીરો મીડિયામાં લીક કરી હતી. એટલું જ નહીં આદિલના અંગત વીડિયો મીડિયાને બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ આદિલે આ આરોપો હેઠળ અંબોલી પોલીસ સ્ટેશનમાં રાખી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આદિલ ઓગસ્ટમાં જેલમાંથી બહાર આવ્યા

આદિલે ઓગસ્ટમાં જેલમાંથી છૂટતાની સાથે જ રાખી સાવંત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું. આદિલે અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, રાખીએ તેમનું ખૂબ શોષણ કર્યું હતું. એટલું જ નહીં આદિલે રાખી પર તેમનો અશ્લીલ વીડિયો બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે.  તેમને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંતે પોતાની માતાના કેન્સરના નામે લોકોને લૂંટ્યા હતા.

આ પણ વાંચો, ટ્રેનમાં મળતું ભોજન જોખમી બની રહ્યું છેઃ ચેન્નઈ-પૂણે ટ્રેનમાં 50થી વધુને ફૂડ પોઈઝનિંગ

Back to top button