ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનો મામલો : 2 કલાર્કની જામીનને પીડિતોના પરિજનોએ પડકારતા કોર્ટે અરજી ડિસમિસ કરી

  • મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના
  • પીડિત પક્ષે કલાર્કના જામીન સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા
  • સુપ્રીમ કોર્ટે અરજી ડિસમિસ કરી

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પોલિસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ આ દૂર્ઘટનાના મુખ્ય આરોપી છે.આ ઉપરાંત ઓરેવા કંપનીના ત્રણ મેનેજર, એક ઝૂલતા બ્રિજ રિપેરમાં સહભાગી સબ કોન્ટ્રાક્ટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. જો કે, આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે આરોપી ક્લાર્કને જામીન આપ્યા હતા.આથી પીડિતોના પરિજનો દ્વારા આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા.જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ડિસમીસ કરી છે.

બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી
મોરબીમાં મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તૂટવાની ઘટનાના દિવસે બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી. આ બે ક્લાર્ક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર જજ સમીર દવેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે આરોપીઓની જામીન અરજી મંજૂર કરી હતી. મહત્વનું છે કે, ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા પર સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કલમ મૌખિક રીતે ખોટી હોવાનું હાઈકોર્ટે અવલોકન નોંધ્યું હતું.અરજદારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અરજદારે ઓથોરિટીના કહ્યા પ્રમાણે જ ટિકિટ આપી હતી.

મોરબી પુલ દુર્ઘટના-humdekhengenews

મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારી
હાઈકોર્ટમાંથી જામીન મળેલ આરોપીઓ પૈકી 112 પીડિત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા બે ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોર્ટ ડી.વાય. ચંદ્રચુડ સમક્ષ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે અવલોકન નોંધ્યું હતું કે, આરોપીઓ નાના માણસ છે. આમ હાઈકોર્ટના અવલોકનને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યું હતું. જેમાં આરોપીએ તેમને ઉપરની ઓથોરિટીએ કહ્યા પ્રમાણે જ કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : જયસુખના હવાતિયા, જેલમાંથી બહાર આવવા પણ મૃતકોની જ લીધી મદદ

Back to top button