ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં તમામ પાંચ આરોપી દોષિત ઠર્યા

Text To Speech
  • આરોપીઓને 26 ઑક્ટોબરે સજા જાહેર થઈ શકે છે
  • સૌમ્યા વિશ્વનાથનની હત્યા 15 વર્ષ પહેલા થઈ હતી
  • આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો લાગ્યા હતા

નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીને દોષિત જાહેર કર્યા છે. આ કેસની આગામી સુનાવણી 26 ઑક્ટોબરે થશે જેમાં આરોપીઓની સજા જાહેર થઈ શકે છે. અગાઉ, એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ બચાવ અને ફરિયાદી પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ 13 ઑક્ટોબરે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.

સૌમ્યા વિશ્વનાથનની હત્યા થયાને 15 વર્ષ થઈ ગયા છે. 30 સપ્ટેમ્બર 2002ના રોજ સાઉથ દિલ્હીના નેલ્સન મંડેલા રોડ પર એક કારમાંથી તેમની લાશ મળી આવી હતી.એ સમયે તે કારમાં ઘરે આવી રહી હતી ત્યારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેમની હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. તપાસ કરતાં આ પાંચે આરોપીઓ ઝડપાયા હતા. તમામ આરોપીઓ 2009થી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓ સામે કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ આરોપો લગાવ્યા હતા.

પુરાવા રજૂ કરવામાં 13 વર્ષ લાગ્યા

સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં ફરિયાદ પક્ષને 13 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. સૌમ્યા વિશ્વનાથન હેડલાઇન્સ ટુડે ટીવીના આઉટપુટ ડેસ્ક પર સ્ટાર પ્રોડ્યુસર તરીકે કામ કરતી હતી. પાંચેય આરોપીઓ પર હત્યા, સંગઠિત અપરાધ, લૂંટ , ગુનાહિત કાવતરું અને અન્ય ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ જ લોકો જીગીશા ઘોષ હત્યા કેસમાં પણ આરોપી હતા, જેના માટે તેઓને 2018માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નિઠારી કાંડના આરોપીઓને અલાહાબાદ હાઈકોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

Back to top button