લગ્નજીવનને બોરિંગ થતુ બચાવવા કપલ્સ ફોલો કરે આ ટિપ્સ
- તમારા વ્યસ્ત શિડ્યુઅલ છતાં, એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા જીવનસાથી સાથે જોડાયેલા રહી શકો છો. તમારી બીઝી લાઈફમાંથી થોડો સમય કાઢીને તમે તમારા પાર્ટનરને પણ આપો તે જરૂરી છે.
આજકાલની ભાગદોડ ભરેલી લાઈફમાં આપણે કામ માટે સવારે નીકળી જઈએ છીએ તો રાતે ઘરે પાછા આવીએ છીએ. આ 12 કલાક કામવાળી લાઈફસ્ટાઈલ આજકાલ કોમન બની ચુકી છે. આ લાઈફસ્ટાઈલના કારણે સંબંધો બોરિંગ બનવા લાગ્યા છે. લગ્નજીવન પર પણ ખરાબ અસર પડી રહી છે. ઘણી વખત લોકો કામના ચક્કરમાં પાર્ટનરને એટેન્શન આપી શકતા નથી, જેની લગ્નજીવનમાં સૌથી વધુ જરુર હોય છે. તકલીફ એ છે કે જ્યારે કલાકો કામ કરીને લોકો ઘરે પાછા ફરે છે, ત્યારે ઘરના કામ પણ હોય છે અને તેમની પાસે પાર્ટનર માટે સમય હોતો નથી. આ કારણે સંબંધો બોરિંગ બનવા લાગે છે અને ક્યારેક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. આજે એવી કેટલીક ટિપ્સ ફોલો કરો જેના કારણે તમે લગ્નજીવનને બોરિંગ બનતું અટકાવી શકશો.
પ્રેમને કેવી રીતે જીવંત રાખશો?
તમારા વ્યસ્ત શિડ્યુઅલ છતાં, એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા જીવનસાથી સાથે જોડાયેલા રહી શકો છો. તમારી બીઝી લાઈફમાંથી થોડો સમય કાઢીને તમે તમારા પાર્ટનરને પણ આપો તે જરૂરી છે. જો સમય ઓછો હોય તો પણ તે દરમિયાન તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે કોઈ ન હોવું જોઈએ. આ સમય દરમિયાન, તમારા ફોનને દૂર રાખો અને એકબીજા પર ફોકસ કરો.
આ બાબતોનું પાલન કરો
જો તમે આખો દિવસ વ્યસ્ત હોવ તો પણ તમારા સંબંધમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે સવારે સાથે ચા પીવી અથવા વોક પર જવું. આ નાની આદતો તમને એકબીજાની નજીક રહેવામાં મદદ કરશે.
ટેક્નોલોજીથી દૂર રહો
તમને તમારા પાર્ટનર સાથે વીતાવવા ભલે ગમે તેટલો સમયમળેઆ દરમિયાન મોબાઈલ, ટીવી કે લેપટોપ વગેરે વસ્તુઓથી દૂર રહો. ઉપરાંત, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનસાથી સાથે શારીરિક અને માનસિક રીતે હાજર રહો.
મિનિ બ્રેક છે જરુરી
તમારા પાર્ટનર સાથે ફરવા માટે થોડો સમય કાઢવો જરૂરી છે. તમે વીકેન્ડમાં અથવા લોંગ હોલિડે પર નાનકડી ટ્રિપ પ્લાન કરી શકો છો. તેના કારણે તમે એકબીજા સાથે જોડાયેલા રહેશો.
રાત્રે સૂતા પહેલા વાત કરો
રાત્રે સૂતા પહેલા એકબીજા સાથે વાત કરો. એકબીજાને કહો કે તમારો દિવસ કેવો રહ્યો અને દિવસભર તમારી સાથે શું થયું. તમારા કામ અંગે એકબીજા સાથે વાત કરો.
આ પણ વાંચોઃ લો બોલો, સંતરાની પણ હોઈ શકે છે સાઈડ ઈફેક્ટ્સ! દિવસમાં કેટલા ખાશો?