દંપતિનો પ્લાન થયો ફેલ: અમદાવાદ ઍરપૉર્ટ પર રૂ. 13.80 કરોડની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું
અમદાવાદ, 21 ડિસેમ્બર, અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્મગલર્સ માટે હબ બની ગયું છે અને વારંવાર દાણચોરીની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ એરપોર્ટમાં આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. દંપતી અબુ ધાબીથી આવી રહ્યું હતું. દંપતી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને અમદાવાદમાં કોઈને ગિફટમાં આ ઘડિયાળ આપવાની હોવાની વાત સામે આવી છે. એર અરેબિયા અને ઈન્ડીગોની અબુધાબીથી અમદાવાદ આવેલી વહેલી સવારે આવેલી 2 ફલાઈટમાં પતિ-પત્ની અલગ અલગ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.
ગુજરાતમાં સ્વમગલિગની ઘટનામાં નોંધપાત્ર વઘારો થઈ રહ્યો છે. પછી ભલે તે નસીલા પદાર્થની હોય કે કિંમતી ધાતુની હોય. એમાં પણ અમદાવાદ અને જિલ્લામાં તો અલગ અલગ પેતરાથી ગેરકાયદે કામ કરવાની છાશવારે ઘટનાઓ સામે આવતી હોય છે. ઍરપૉર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ ઍરપૉર્ટથી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાળો જપ્ત કરાઈ છે.
પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળો હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યાં હતાં. બંને ઇન્ટરનેશનલ એરપોર્ટના એરેવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઉભા હતા તે દરમિયાન કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી પરંતુ દંપતીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતા તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમના હાથ ઉપર પહેરેલી ઘડિયાળો દેખાઈ હતી.
ઘડિયાળના મોડલ નંબર પરથી કસ્ટમર અધિકારીઓને ખબર પડી કે આ બંને ઘડિયાળો ભારતમાં બહુ ઓછા લોકો પહેરતા હોય છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અત્યાર સુધીમાં આટલી મોંઘી ઘડિયાળો પકડાઈ હોય તેવો પહેલો કિસ્સો નોંધાયો છે બંનેની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પેસેન્જર પાસે ઓડેમોર્સ પીગેટનું રોયલ મોડલ હતું જેની કિંમત એક કરોડ 30 લાખ છે જ્યારે તેના પતિ પાસેથી રિચડ મિલે ની કાંડા ઘડિયાળ મળી છે જેની કિંમત 12 કરોડ પચાસ લાખ છે.
આ પણ વાંચો..ગુજરાતની તમામ 112 SDPO/ACPની કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થશે