કેરળની શાળામાં દેશની પ્રથમ AI રોબોટ શિક્ષક ભણાવશે, જાણો Irish વિશે રસપ્રદ બાબતો
તિરુવનંતપુરમ (કેરળ), 07 માર્ચ: ભારતમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેરળ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI બેસ્ડ ટીચર બાળકોને ભણાવવાની જવાબદારી નિભાવશે. આ માટે હ્યુમનોઇડ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જનરેટિવ AI શાળાના શિક્ષકને ગયા મહિને જ શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે તરત જ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યો હતો. AI ટીચર આઈરિસના આગમન સાથે, તેને શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.
Iris દેશની પ્રથમ AI બેસ્ડ સ્કૂલ ટીચર
View this post on Instagram
તિરુવનંતપુરમમાં KTCT હાયર સેકન્ડરી સ્કૂલમાં સાડી પહેરેલી AI હ્યુમનૉઇડ રોબોટનું નામ ‘આઇરિસ’ છે. જે એક ફિમેલ રોબોટ છે. તેનો અવાજ એક મહિલા જેવો જ લાગે છે અને તેમાં એક વાસ્તવિક શિક્ષકની વિશેષતાઓ છે. આ AI રોબોટને ‘MakerLabs Edutech’ કંપનીએ બનાવ્યું છે. ‘MakerLabs Edutech’ના જણાવ્યા અનુસાર, Iris માત્ર કેરળમાં જ નહીં પરંતુ દેશમાં પ્રથમ જનરેટિવ AI સ્કૂલ ટીચર છે.
આઇરિસ ઝડપથી વિદ્યાર્થીઓની મૂઝવણ દૂર કરી શકે છે
આઇરિસ ત્રણ ભાષામાં બોલી શકે છે અને વિદ્યાર્થીઓનાં અઘરાં સવાલોના જવાબ પડ ઝડપથી આપી શકે છે. મેકરલૈબ્સના અનુસાર, Irisનો નોલેજ બેઝ અન્ય ઑટોમેટેડ ટીચિંગ ગેજેટ્સ કરતા ઘણો બહોળો છે, કારણ કે તે ChatGPT જેવા પ્રોગ્રામિંગ સાથે બનેલું છે. કંપનીએ એમ પણ કહ્યું કે, હ્યુમનૉઇડ્સને વિદ્યાર્થીઓ માટે અયોગ્ય વિષયો, જેમ કે ડ્રગ્સ, સેક્સ અને હિંસા વિશેની માહિતી પર તાલીમ આપવામાં આવતી નથી.
મીડિયા સાથે વાત કરતી વખતે મૈકરલેબ્સના CEO હરિ સાગરે કહ્યું, “AI સાથે શક્યતાઓ અનંત છે. જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે, ત્યારે આઇરિસ એવા જવાબો આપે છે જે માનવ પ્રતિભાવો સાથે એકદમ મેળ ખાય છે. આર્ટિફિશિયલ ઇન્ટિલજન્સ દ્વારા શીખવું ન માત્ર સરળ છે, પરંતુ મજેદાર પણ બની શકે છે. શાળાના પ્રિન્સિપલ મીરા એમએન એ કહ્યું કે, વિદ્યાર્થીઓના પૉઝિટિવ રિસ્પૉન્સ બાદ 3000થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આગામી શૈક્ષણિક સત્રમાં જનરેટિવ AI રોબોટ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરી રહી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં AIનો કમાલ, PM મોદી એક જગ્યાએથી 8 ભાષાઓમાં કરશે પ્રચાર