ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીને નહીં દેશને મળે છે ઇજ્જત, મુફ્તીએ કહ્યું- પરત આવતા જ કરવા લાગશે હિન્દૂ-મુસ્લિમ

Text To Speech

Opposition Meeting in Patna: બિહારના પટણામાં વિપક્ષી પાર્ટીઓની મહાબેઠક પછી મહેબુબા મુફ્તીએ એકતા પર ભાર આપતા કહ્યું કે નીતિશ કુમારની આભારી રહીશ. જો આજે વિપક્ષ એકસાથે હોત નહીં તો આગળ ચાલીને ખત્મ થઈ જતો. તે ઉપરાંત પીએમ મોદી પર નિશાનો સાધતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જ્યારે પીએમ મોદી બહાર જાય છે તો ગાંધીજીની મૂર્તિ સામે ઝૂકી જાય છે, પરંતુ જ્યારે અંહી આવે છે તો હિન્દૂ-મુસ્લિમ કરવા લાગે છે. આ જે તેમને બહાર ઈજ્જત મળે છે, તે તેમને નહીં પરંતુ દેશને મળે છે.

પીડીપી પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પીએમ મોદી જ્યારે અહીં (ભારત) રહે છે તો હિન્દૂ-મુસ્લિમ કરતા રહે છે. આમા આપણી જમ્મુ-કાશ્મીરની જનતાને નુકશાન થાય છે. બહાર જાય છે તો લોકશાહી અને એકતાનો ઢોલ વગાડે છે. તેમને કહ્યું કે, આજે જો વિપક્ષ એક ન હોત તો આગ ચાલીને વિપક્ષ ખત્મ થઇ ગયું હોત. જે જર્નલિસ્ટ આ અંગે વાત કરે છે તો તેને ડેલમાં નાંખી દેવામાં આવે છે. જો આ દેશને બચાવવો છે તે એક સાથ હોવું જરૂરી છે. આજે આપણી છોકરી પહેલવાનો જંતર-મંતર પર છે, પરંતુ જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે ખુલ્લો ફરી રહ્યો છે.

આગળ જે પણ મીટિંગ થશે, તેમાં પણ બધુ યોગ્ય રહેશે

વિપક્ષી બેઠકને લઈને મહેબુબા મુફ્તીએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે પટણામાં આ દેશને બચાવવા માટે જેટલા પણ લોગ આવ્યા હતા, હું તેમની આભારી છું. હું આશા કરૂ છું કે આગળ પણ જે મીટિંગ થશે તેમા પણ બધુ યોગ્ય રીતે કામ થશે. આ સાથે જ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, અમારા અંદરોદર ઘણા બધા ભેદભાવ છે, તે છતાં અમે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે બેસ્યા હતા, પરંતુ તેમનામાં અને મારામાં ખુબ જ અંતર છે.

આ પણ વાંચો- પુતિનનું રાષ્ટ્રના નામે સંબોધન: વેગનર જૂથના બળવાને ગણાવ્યો વિશ્વાસઘાત; વિદ્રોહીઓને મારવાનો આપ્યો આદેશ

Back to top button