ગુજરાતચૂંટણી 2022

અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ, આ જગ્યાએ થશે મતગણતરી

Text To Speech

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે તા.8મી ડિસેમ્બરના રોજ એલ.ડી. કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરની એલ.ડી. કોલેજ ખાતે 8, ગવર્મેન્ટ પોલીટેક્નિક ખાતે 6 અને ગુજરાત કોલેજ ખાતે 7 બેઠકોની મતગણના થશે. દરેક વિધાનસભા દીઠ 10 થી 14 ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર મતગણતરીના કાર્યમાં જોડાશે.

મતગણતરી કેન્દ્ર- hum dekhenge news
ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરાશે

અમદાવાદની કુલ 21 વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ 3 પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં,
• ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે 39-વિરમગામ, 40-સાણંદ, 46-નિકોલ, 57-દસક્રોઈ, 58-ધોળકા, 59-ધંધુકા,       એમ 6 વિધાનસભા મતવિસ્તાર

• ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે 47-નરોડા, 48-ઠક્કરબાપાનગર, 49-બાપુનગર, 51-દરિયાપુર, 52-જમાલપુર  ખાડિયા, 54-દાણીલીમડા, 56-અસારવા એમ 7 વિધાનસભા મતવિસ્તાર

• એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 43-વટવા, 44-એલિસબ્રિજ, 45-નારણપુરા, 50-અમરાઈવાડી, 53-મણિનગર, 55-સાબરમતી એમ 8 વિધાનસભા મતવિસ્તારની મતગણતરી થશે.

Potical party fund

આ પણ વાંચો:રાજ્યમાં પહેલી વખત 37 કેન્દ્રો પરથી મતગણતરીનું થશે લાઈવ વેબકાસ્ટિંગ

તા.8ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે, જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.

Election Result Update Hum Dekhenge News

Back to top button