ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ

Text To Speech
  • બંને રાજ્યોમાં કયો પક્ષ અને કયું ગઠબંધન સૌથી આગળ રહેશે તે હવે નક્કી થશે

નવી દિલ્હી, 23 નવેમ્બર: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી માટે આજે શનિવારે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પ્રથમ વલણો ટૂંક સમયમાં આવશે. બંને રાજ્યોમાં કયો પક્ષ અને કયું ગઠબંધન સૌથી આગળ રહેશે તે હવે નક્કી થશે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થશે. આ તમામ પરિણામો આવનારા અમુક સમય માટે દેશના રાજકારણની સ્થિતિ અને દિશા નક્કી કરશે.

 

 

મહારાષ્ટ્રનું રાજકીય ગણિત

20 નવેમ્બરે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 95%થી વધુ મતદાન થયું હતું. શાસક મહાગઠબંધનના ભાગરૂપે ભાજપે 149 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ, જે MVAનો ભાગ છે, તેણે 101 બેઠકો, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

 

ઝારખંડમાં શું સ્થિતિ છે?

ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર 2 તબક્કામાં મતદાન થયું. 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર 66.65% મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર 68.45% મતદાન થયું હતું. રાજ્યમાં NDA (BJP-AJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે સ્પર્ધા છે.

આ પણ જૂઓ: પેટાચૂંટણીઃ વાવમાં કોને ફરશે વાવટો? થોડીવારમાં શરૂ થશે મત ગણતરી

Back to top button