ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં વાઘની ગણતરીનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા આંકડા

  • વડાપ્રધાને દેશમાં વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કર્યા 
  • ભારતમાં વાઘની સંખ્યામાં 200નો વધારો થયો
  • પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર મૈસુરમાં  યોજાઈ મેગા ઇવેન્ટ

આજે દેશમાં વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર મૈસુરમાં એક મેગા ઇવેન્ટમાં વાઘના નવીનતમ આંકડા જાહેર કર્યા છે.આ નવા આંકડાઓ અનુસાર દેશમાં વાઘની વસ્તી 3000ને વટાવી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં વાઘની સંખ્યા 3167 થઈ છે.અગાઉ આ આંકડો 2967 હતો. આ રીતે દેશમાં વાઘની સંખ્યામાં 200નો વધારો થયો છે. વડા પ્રધાને કહ્યું કે ભારતે માત્ર વાઘને બચાવ્યા નથી પરંતુ તેમને એક ઇકોસિસ્ટમ પણ આપી છે જેમાંથી તેમનો વિકાસ થઈ શકે.

વાઘની સંખ્યા -humdekhengenews

દેશમાં વાઘની સંખ્યા વધીને 3167 થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘનો નવો આંકડો જાહેર કર્યો છે. આ નવા આંકડા મુજબ વર્ષ 2022માં દેશમાં વાઘની સંખ્યા વધીને 3167 થઈ ગઈ છે. અગાઉ આ આંકડો 2967 હતો. આ રીતે દેશમાં વાઘની સંખ્યામાં 200નો વધારો થયો છે. પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA)ની શરૂઆત કરી હતી. અને વડાપ્રધાને આ પ્રસંગે એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.

ટાઇગર રિઝર્વ નવથી વધીને 53 થયું

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે દેશમાં વાઘના સંરક્ષણની શરૂઆત વર્ષ 1973માં નવ ટાઈગર રિઝર્વ ક્ષેત્રથી થઈ હતી. આજે તેમની સંખ્યા 53ટાઈગર રિઝર્વ પર પહોંચી ગઈ છે. આમાંથી 23 ટાઈગર રિઝર્વને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1973માં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો હતો. 1 એપ્રિલે આ પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થયા છે.

વાઘની સંખ્યા -humdekhengenews

પીએમ મોદીએ કહી આ વાત

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘પ્રોજેક્ટ ટાઈગરે દેશમાં વાઘના સંરક્ષણ અને સુરક્ષામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. પ્રકૃતિનું રક્ષણ એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની વાત છે. ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે જ સમયે વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં વસે છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ભારત વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે. દેશમાં સિંહોની સંખ્યા પણ વધી રહી છે.

આ પણ વાંચો : ભારતમાં પહેલીવાર સુરતના આંગણે યોજાયું “સાડી વોકેથોન” , 15 હજારથી વધુ મહિલાઓએ લીધો ભાગ

Back to top button