ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સિલ બોર્ડ બેઠક પણ બનશે પેપરલેસ

  • હંગામી કર્મચારીઓની ભરતીમાં આઉટ સોર્સ થશે
  • કેજરીવાલ કેસમાં વકીલને ખર્ચ આપવા સહિતના નિર્ણયો કરાશે
  • કો-ઓર્ડિનેટર તરફ્થી આવેલા પત્રો અંગે ચર્ચા-વિચારણા થશે

ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સિલ બોર્ડ બેઠક પણ પેપરલેસ બનશે. જેમાં સભ્યોને ટેબ્લેટ અપાશે. તથા કર્મીઓની ફરિયાદ સહિતના મુદ્દા એજન્ડામાં લેવાશે. તેમજ હંગામી કર્મચારીઓની ભરતીમાં આઉટસોર્સ લવાશે. તપાસ અહેવાલને લઈ બેઠકમાં સજા અંગેનો નિર્ણય કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સતત બીજા સપ્તાહે પણ કમોસમી વરસાદ, જાણો આજે કયા ખાબકશે મેઘો 

હંગામી કર્મચારીઓની ભરતીમાં આઉટ સોર્સ તેમજ HPP કોર્સ અંગે ચર્ચા કરવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટના ભાગરૂપે ઘડેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પ્રથમ બેઠક આગામી તા.8મી ડિસેમ્બરના રોજ મળશે. આ બંન્ને બેઠકમાં હાલની સ્થિતિએ નક્કી થયેલા એજન્ડા મુજબ કાઉન્સિલ અને બોર્ડની બેઠક પેપર લેસ બને તેમજ વર્ચ્યુઅલ પણ બેઠક થઈ શકે એ માટે સભ્યોને ટેબ્લેટ આપવા અંગે નિર્ણય લેવાશે. આ સિવાય યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓની વિવિધ ફરિયાદ સહિતના મુદ્દાઓ, હગામી કર્મચારીઓની ભરતીમાં આઉટ સોર્સ તેમજ HPP કોર્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા, નાગરિકોમાં ફફડાટ 

કો-ઓર્ડિનેટર તરફ્થી આવેલા પત્રો અંગે ચર્ચા-વિચારણા થશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ યુનિવર્સિટીના રાજયશાસ્ત્રના મહિલા પ્રોફેસરે આજ વિભાગના HOD મુકેશ ખટ્ટીક સામે માનસિક ત્રાસ સહિતની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ વુમન ડેવલપમેન્ટ સેલને તપાસ સોંપાઈ હતી જેનો તપાસ અહેવાલ આવી ગયો છે. તપાસ અહેવાલને લઈ બેઠકમાં સજા અંગેનો નિર્ણય કરાશે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ વનરાજ ચાવડાની ગેરકાયદે નિયુક્તિ અંગે કરવામાં આવેલી રજૂઆત અંગે પણ ચર્ચા થશે. યુનિવર્સિટીમાં એચપીપી અંતર્ગત ચાલતાં ડિપાર્ટમેન્ટ ઓફ્ એનીમેશન, આઇટી અને મોબાઇલ એપ્લીકેશનના કો-ઓર્ડિનેટર તરફ્થી આવેલા પત્રો અંગે ચર્ચા-વિચારણા થશે.

આ પણ વાંચો: ગુજરાત સાવધાન: હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે

કેજરીવાલ કેસમાં વકીલને ખર્ચ આપવા સહિતના નિર્ણયો કરાશે

કેજરીવાલ કેસમાં વકીલને ખર્ચ આપવા સહિતના નિર્ણયો કરાશે. ભવન્સ કોલેજને એચપીપી કોર્સ માટે આપેલી મંજૂરી ઉપરાંત સ્કૂલ ઓફ્ પરફોર્મિંગ આર્ટસના ચીફ્ કો-ઓર્ડિનેટર દ્વારા કુલપતિને લખાયેલા પત્ર અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સિવાય ગુજરાત યુનિ. કાર્યાલય તેમજ અન્ય ભવનોમાં હંગામી કર્મચારીઓની જે નિમણુક કરવામાં આવે છે તેમાં આઉટસોર્સ લાગુ કરવાની પણ ચર્ચા બેઠકમાં થશે. યુનિવર્સિટીના સેલ્ફ્ ફાઈનાન્સ ધોરણે ચાલતાં સમાજકાર્ય વિભાગમાં ખોટી અને ગેરકાયદે નિમણૂંક રદ કરવા માટે કરાયેલી રજૂઆત અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.

Back to top button