અમદાવાદમાં નવો રોડ બનાવવા કિમી દીઠ 4.77 કરોડનો ખર્ચ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/08/amc-3.jpg)
- અનેક રસ્તા ચોમાસાના પ્રથમ વરસાદથી જ તૂટવા માંડે છે
- વર્ષ 2025-26નું બજેટ તાજેતરમાં મ્યુનિ. કમિશન દ્વારા રજૂ કરવામાં આવ્યું
- બજેટમાં મ્યુનિ.ની ગત નાણાકીય વર્ષ 2024-25 ની ઉપલબ્ધીઓ વર્ણવી
અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા રસ્તાના કામ લોકોમાં કાયમી માટે ચર્ચાનું કેન્દ્ર રહે છે. કારણ કે ચોમાસામાં નવા બનેલા રસ્તાઓ પણ તૂટી જાય છે. જ્યારે ગટર અને પાણીની લાઇન માટે આડેધડ નવા રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે.
વર્ષ 2025-26નું બજેટ તાજેતરમાં મ્યુનિ. કમિશન દ્વારા રજૂ કરવામાં આવ્યું
બહાર આવતી વિગતો અનુસાર એક કિલોમીટર નવો રસ્તો બનાવવા માટે મ્યુનિ. દ્વારા સરેરાશ રૂ.4.77 કરોડની અધધ રકમનો ખર્ચ કરવામાં આવે છે! આગામી વર્ષના રજૂ થયેલા અંદાજ પત્રમાં ખુદ મ્યુનિ. તંત્રએ જ આ આંકડા રજૂ કર્યા છે. આટલી મોટી રકમ ચૂકવીને બનાવેલા રસ્તા ગણતરીના મહિનાઓ પણ ચાલતા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2025-26નું બજેટ તાજેતરમાં મ્યુનિ. કમિશન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
બજેટમાં મ્યુનિ.ની ગત નાણાકીય વર્ષ 2024-25 ની ઉપલબ્ધીઓ વર્ણવી
આ બજેટમાં મ્યુનિ.ની ગત નાણાકીય વર્ષ 2024-25 ની ઉપલબ્ધીઓ વર્ણવી છે. જેમાં દર્શાવવામાં આવેલા આંકડા અનુસાર એક વર્ષમાં કુલ 325 કિલોમીટરની લંબાઈના જુદા જુદા 445 રસ્તા બનાવવા માટે રૂ.1552 કરોડનો ખર્ચ કરાશે. જેમાં બિટયુમીન એટલે કે ડામર રોડ, વ્હાઈટ ટોપિંગ એટલે કે આરસીસી રોડ અને ડસ્ટ ફ્રી રસ્તાનો સમાવેશ થાય છે.
અનેક રસ્તા ચોમાસાના પ્રથમ વરસાદથી જ તૂટવા માંડે છે
અગાઉના નાણાકીય વર્ષ 2023-24 માં રસ્તાના કામ માટે કુલ રૂ. 899 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં રૂ. 653 કરોડનો વધારો ગત વર્ષમાં કરાયો છે. આ આંકડાનો હિસાબ કરતાં સરેરાશ એક કિલોમીટરનો રસ્તો બનાવવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા રૂ. 4.77 કરોડની તોતિંગ રકમ ચૂકવવામાં આવે છે. આટલી અધધ રકમ ચૂકવાયા બાદ પણ અનેક રસ્તા ચોમાસાના પ્રથમ વરસાદથી જ તૂટવા માંડે છે.