ગુજરાતમાં વર્ગ-3 ના કર્મચારીઓમાં ભ્રષ્ટચારનું ચલણ સૌથી વધુ, જાણી લો સમગ્ર યાદી
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે ગઈ કાલે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને જોતાં એવું લાગે છે કે માત્ર જે લોકોએ એસીબીમાં ફરિયાદ કરી છે તેટલા જ કેસો થયા છે બાકી સૌથી વધુ ભ્રષ્ટાચાર મોટાપાયે જ્યાં થઈ રહ્યો છે તે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓના વચેટિયાઓ દ્વારા જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે તે ક્યારે સામે આવતું નથી.
આ પણ વાંચો : 2024 લોકસભા ચૂંટણી: વિરોધીઓની ડિપોઝીટ ડુલ કરવા સી.આર.પાટીલે આપ્યો કાર્યકરોને ટાસ્ક
લાંચ રિશ્વત બ્યૂરો દ્વારા ગઈ કાલે ભ્રષ્ટાચારના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમા સૌથી વધુ વર્ગ 3 ના કર્મચારીઓ ભ્રષ્ટાચારી હોવાનું સામે આવ્યું છે જેમાં પણ ગૃહવિભાગે મોખરાનું સ્થાન મેળવ્યું છે. સામાન્ય નાગરિકોના ગણગણાટ પ્રમાણે સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ મહેસૂલ વિભાગમાં થાય છે જ્યારે બીજા નંબર પર માર્ગ અને મકાન વિભાગમાં. માર્ગ અને મકાન વિભાગમાં તો કરંટ રિપેર્સ ની ગ્રાન્ટમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે જેમાં વર્ગ 4ના કર્મચારીથી લઈને વર્ગ 1ના અધિકારીઓની મિલીભગત હોય છે. એસીબી દ્વારા જાહેર કરાયેલ આંકડાની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ અને પંચાયત ગ્રામ વિકાસે મોખરાનું સ્થાન મેળવ્યું છે. પંચાયત અને ગ્રામ વિકાસના ટોટલ 46 જેટલા કેસ છે જેની વાસ્તવિકતા કઈક અલગ જ છે જે સૌ કોઈ જાણે જ છે. મહેસૂલ વિભાગની વાત કરીએ તો ટોટલ 13 કેસ વર્ષ દરમિયાન નોંધાયા હતા.
આ પણ વાંચો : ‘પઠાણ’ના રીલીઝની સાથે પોલીસનો કાફલો તેનાત
સચિવાલયમાં કામ કરતાં કેટલાક વર્ગ 3 ના કર્મચારીઓમાં થતી વાતો સાચી માનીએ તો ગુજરાતમાંથી દર મહિને કરોડો રૂપિયા ગુજરાત બહાર જાય છે પણ કોઈ નક્કર પુરાવાના અભાવે અને બહાર મોકલવાવાળાના ચોક્કસ આયોજનના લીધે કોઈને એની ગંધ પણ આવતી નથી અને અંદરખાને બધા વહીવટો થતાં હોવાની વાત આ કર્મચારીઓની અંદર થતી હતી. આ વાતમાં તથ્ય કેટલું છે તે તો આવનાર સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે જે રીતે એ.સી.બી. દ્વારા ગઈ કાલે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તે મુજબ વર્ષ દરમિયાન કુલ 176 કેસ નોંધાયા છે જેમાં સૌથી ભ્રષ્ટ લોકો ગૃહ વિભાગના ઝડપાયા છે. સૌથી વધુ કેસ વર્ગ 3 ના કર્મચારીઓ વિરુદ્ધ 114, જ્યારે વર્ગ 1 ના અધિકારીઓ સામે માત્ર 9 જ કેસ નોંધાયા છે.