ગુજરાતમધ્ય ગુજરાત

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલો ગાંધીનગર પહોંચ્યો, કેતન ઈનામદાર સહકારમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

Text To Speech

વડોદરાની બરોડા ડેરીમાં ફરી એક વાર ભ્રષ્ટાચાર મામલો ઉઠ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લગાવ્યો છે. અને આ મામલે કેતન ઇનામદારે રાજ્યના સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમણે બરોડા ડેરીના ડિરેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના ગંભીર આરોપો લગાવતો પત્ર લખીને સહકારમંત્રીને લેખિત રજૂઆત કરતા હાલ આ મામલો ગરમાયો છે.

કેતન ઈમાનદાર પત્ર-humdekhengenews

ડિરેક્ટરે સગા-સંબંધીઓને નોકરી આપ્યોનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સહકાર મંત્રીને બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, બરોડા ડેરીના ડિરેક્ટર દ્વારા તેમના સગા-સંબંધીઓને નોકરી પર રાખ્યામાં આવ્યા છે.

કેતન ઈમાનદાર પત્ર-humdekhengenews

સહકાર મંત્રીએ તપાસના આપ્યા આદેશ

બરોડા ડેરી મા ભ્રષ્ટાચાર મામલો ગાંધીનગર પોહોંચ્યો છે. બરોડા ડેરીના ડિરેક્ટરે સત્તાનો દુરુપયોગ કરી તેમના ભત્રીજા અને જમાઈને નોકરી આપી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. કેતન ઇનામદારે તેમના પત્રમાં કુલદીપ રાઉલજી પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે જે.બી.સોલંકી પર પણ આરોપ લગાવ્યા છે. આ મામલે સહકારમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. કેતન ઇનામદારનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે તો બરોડા ડેરીનો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે.

આ પણ વાંચો : રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર, AMC બોર્ડની સ્કૂલો પ્રથમ ક્રમે

Back to top button