ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 1.28 લાખને પાર, 42 દર્દીઓના મોત

Text To Speech

દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે 10 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,28,690 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ ત્રણ હજાર વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 42 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,5,428 લોકોના મૃત્યુ થયા છે.

દિલ્હીમાં 544 નવા કેસ 

દિલ્હીના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 544 નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત થયા છે. સતત ત્રીજા દિવસે દિલ્હીમાં સંક્રમણના 500 થી 600 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 2264 સક્રિય દર્દીઓ છે. તેમાંથી 1595 દર્દીઓ ઘરે આઈસોલેશનમાં છે. શહેરમાં હાલમાં 316 કન્ટેનમેન્ટ ઝોન છે. દિલ્હીમાં ઓમિક્રોનના વધુ ચેપી પેટા પ્રકારો BA-4 અને BA.5ના કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2760 કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2760 કેસ નોંધાયા છે અને પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,01,433 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા વધીને 1,47,976 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 78,34,785 લોકો ચેપ મુક્ત થયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 18,672 દર્દીઓ સારવાર હેઠળ છે.

બંગાળમાં કોરોના સંકટ
પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,968 કેસ નોંધાયા છે. નવ જિલ્લાઓમાં ચેપના 100 થી વધુ કેસ નોધાયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 20,48,749 થઈ ગઈ છે, જ્યારે વધુ ત્રણ મૃત્યુથી મૃત્યુઆંક 21,239 થઈ ગયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં 743 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કોલકાતા (742) છે. હુગલીમાં 143 નવા સંક્રમણ મળી આવ્યા છે.

 

Back to top button