ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

CWG 2022: ભારતીય મહિલા હૉકી ટીમમાં કોરોનાની એન્ટ્રી

Text To Speech

કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલની આશા રાખી રહેલી ભારતીય મહિલા હોકી ટીમ પર કોરોનાનો ખતરો છે. ટીમની મિડ ફિલ્ડર નવજોત કૌર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. નવજોતને હાલ આઈસોલેટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે પહેલા દિવસે ઘાના પર 5-0થી જીત નોંધાવી હતી.

Navjot Kaur hockey team

નવજોતને ભારત પરત મોકલાશે ?

મહિલા હોકી ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, નવજોત કૌરને આઈસોલેશનમાં રાખવામાં આવી છે. પ્રથમ ટેસ્ટમાં નવજોતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, બીજી વાર ટેસ્ટ કરવામાં આવતા તેના સીટી વેલ્યૂમાં સુધારો થયો છે. નવજોતથી અન્ય લોકોમાં સંક્રમણ લાગવાનું જોખમ નહીંવત છે. તેમ છતાં, અન્ય ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નવજોતને ભારત પરત મોકલી દેવામાં આવી શકે છે.

મહિલા ક્રિકેટ ટીમમાં પણ બે પોઝિટિવ કેસ

તાજેતરમાં જ મહિલા ક્રિકેટ ટીમની પૂજા વસ્ત્રાકર અને એસ મેઘના પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હવે બંને સ્વસ્થ થઈ ગયા છે. એસ મેઘના પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગઈ છે, જ્યારે પૂજા 3 ઓગસ્ટની મેચ પહેલા ટીમ સાથે જોડાશે.

indian women hockey

સ્પોર્ટસ વિલેજમાં દરરોજ ડઝનથી વધુ કેસ

આ અઠવાડિયાની શરૂઆતમાં, કોમનવેલ્થ ગેમ્સના આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ વિલેજમાં દરરોજ ડઝનથી વધુ કોરોનાના કેસ મળી રહ્યા છે. જણાવી દઈએ કે બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ કોરોનાની શરૂઆત પછી પહેલી ગેમ્સ છે જે કોરોનાના કડક નિયમો વગર આયોજિત કરવામાં આવી છે.

Back to top button