ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનમાં કોરોના ફરી વિનાશ વેરશે, વસતિના અડધાથી વધુ લોકો સંક્રમિત થશે તેવી આશંકા

બેઇજિંગઃ ચીનમાં કોવિડ-19 કેસઃ ચીનમાં કોરોના સંક્રમણના કારણે ફરી હાહાકાર જોવા મળી રહ્યો છે. ચીનના એક ઉચ્ચ સ્વાસ્થ્ય અધિકારીનું માનવું છે કે દેશ સંક્રમણની ત્રણ સંભવિત લહેરોમાંથી પહેલી લહેરનો સામનો કરી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ચીને કોવિડ નીતિ અંતર્ગત લોકડાઉન અને ક્વોરોન્ટિન પ્રતિબંધો હટાવી દીધા છે, ત્યારથી ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

તાજા સત્તાવાર આંકડા મુજબ નવા રોજ આવતા કેસની તુલનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનમાં રવિવારે કોરોના સંક્રમણના 2097 નવા કેસ નોંધાયા. બીબીસીના રિપોર્ટ મુજબ મહામારી વિજ્ઞાની વૂ જુન્યોએ કહ્યું કે- તેમનું માનવું છે કે સંક્રમણમાં જોવા મળતા સ્પાઈક જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર જાન્યુઆરીના અંત સુધીમાં વધે તેવી શક્યતા છે.

ચીનમાં નવા વર્ષના સમારંભ પર સામાન્ય રીતે પરિવારની સાથે રજા માણવા માટે લાખો લોકો યાત્રા કરે છે. ડૉ.વૂએ કહ્યું કે- કોરોના સંક્રમિત લોકોન3 કેસમાં ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી જોવા મળશે કેમકે લોકો રજા પછી કામ પર પરત ફર્યા હશે. તેમણે શનિવારે એક સંમેલનમાં કહ્યું કે વર્તમાન વેક્સિનમાં ઝડપને કારણે કોરોનાના ગંભીર કેસની સંખ્યા ઘટી છે.

ચીનનું કહેવું છે કે તેમની 90%થી વધુ વસતિનું વેક્સિનેશન થઈ ગયું છે. જો કે 80 અને તેનાથી મોટી ઉંમરના અડધાથી પણ વધુ લોકોને વેક્સિનના ત્રણ ડોઝ મળ્યા છે. વૃદ્ધ લોકોમાં કોવિડના ગંભીર લક્ષણ હોવાની શક્યતા વધુ હોય છે.

10 લાખ લોકોના મોતની શક્યતા
ચીને પોતાની કોરોના વેક્સિન બનાવી છે અને તેનું પ્રોડક્શન પણ કર્યું છે. આ દુનિયાના અન્ય ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા MRNA વેક્સિનની તુલનાએ ગંભીર કોવિડ બીમારી અને મૃત્યુ સામે લોકોની રક્ષા કરવામાં ઓછી અસરકારક સાબિત થઈ છે.

ડૉ.વૂની આ કોમેન્ટ અમેરિકાના એક પ્રતિષ્ઠિત રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના આ સપ્તાહના રિપોર્ટ પહેલાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનનું માનવું છે કે 2023માં કોવિડના કેસમાં વિસ્ફોટ પછી 10 લાખથી વધુ લોકો મરી શકે છે. તો ચીનની કોવિડ ટાસ્ક ફોર્સના એક સલાહકાર ફેંગ જિજિયને કહ્યું કે દેશની 60 ટકા વસતિ કે 84 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને ખાવાપીવાની વસ્તુઓ પર અસર
સરકારે સત્તાવાર રીતે 7 ડિસેમ્બર પછી એકપણ કોવિડના કારણ મૃત્યુ પામ્યા હોય તે અંગે જાણકારી નથી આપી. આ ઉપરાંત ચીન સરકારી ઝીરો કોવિડ નીતિ વિરૂદ્ધ મોટા પાયે વિરોધ થયા બાદ પ્રતિબંધો હટાવી દેવાયા છે. જેમાં સામૂહિક તપાસ કરવાનું પણ સામેલ છે. જો કે બેઇજિંગમાં જોવા મળતા કોવિડથી જોડાયેલા મોતનો વાસ્તવિક રિપોર્ટ કંઈક અલગ જ જણાવે છે.

બેઇજિંગ સહિત બીજા શહેરમાં હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા સતત વધી રહી છે. જેને કારણે ત્યાંની હોસ્પિટલને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કોરોના સંક્રમણ દર્દીઓની વધતી સંખ્યાને કારણે ત્યાંની સ્વાસ્થ્ય સુવિધાઓ અને ખાનપાનની સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે. આ વચ્ચે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈએ પોતાની મોટા ભાગની સ્કૂલને ઓનલાઈન ક્લાસ લેવાના નિર્દેશ આપ્યા છે.

Back to top button