ટોપ ન્યૂઝનેશનલ

ફરી કોરોના મચાવશે હાહાકાર, મુંબઈમાં કેસનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં 79 ટકાનો વધારો

Text To Speech

તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. બુધવારે મુંબઈમાં કોરોના વાયરસના 852 નવા કેસ નોંધાયા હતા. મંગળવારે નોંધાયેલા 476 કેસોની તુલનામાં છેલ્લા 24 કલાકમાં કેસોની સંખ્યામાં લગભગ 79 ટકા (376)નો વધારો જોવા મળ્યો છે. 1 જુલાઈ પછી શહેરમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 1 જુલાઈના રોજ શહેરમાં 978 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા. જો કે, આ પછી કેસોમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે.

એક્ટિવ કેસ 3500ને પાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસેથી મળેલી માહિતી અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે શહેરમાં મૃત્યુઆંક 19661 પર પહોંચી ગયો છે. BMC દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 3500થી ઉપર પહોંચી ગઈ છે. 852 કેસમાંથી માત્ર 36 કેસમાં જ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.

રાજ્યભરમાં 1847 નવા કેસ નોંધાયા છે

તે જ સમયે, જો આપણે સમગ્ર રાજ્યોના કોરોના વાયરસના કેસ પર નજર કરીએ, તો બુધવારે 1847 કેસ નોંધાયા છે અને સાત દર્દીઓના મોત થયા છે. બુધવારે નોંધાયેલા નવા કેસ સાથે, સંક્રમિતોની સંખ્યા વધીને 80,64,336 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1,48,157 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં કોવિડ-19ના 11,889 સક્રિય કેસ છે. બુધવારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણના 852 નવા કેસ મળી આવ્યા હતા.

રાજય માં વધ્યો કોરોના નો કહેર

થાણેમાં ત્રણ દર્દીઓના મોત 

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) એ જણાવ્યું કે બુધવારે ચેપને કારણે ત્રણ દર્દીઓના મોત થયા હતા. તેમાંથી પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગપુર જિલ્લા હેઠળ આવતા વિસ્તારોમાં એક-એક મૃત્યુ થયું છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં મૃત્યુદર 1.83 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,840 દર્દીઓ સાજા થયા છે, જેનાથી મહારાષ્ટ્રમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 79,04,320 થઈ ગઈ છે.

આ પણ વાંચો : અગ્નિપથ યોજનાને લઈને ફરી લાગશે આગ ? 15 ઓગષ્ટ પછી કોંગ્રેસ ઉતરશે રસ્તા ઉપર

Back to top button