ચીનમાં કોરોનાનો કહેર, iPhone સપ્લાય પર અસર, Appleએ આપ્યું આ નિવેદન
ચીનમાં કોરોનાનો કહેર એપલને પણ અસર કરી રહ્યો છે. ચીનમાં કોરોનાના કારણે થયેલા લોકડાઉનને કારણે Appleના હાઈ-એન્ડ iPhone 14 મોડલના શિપમેન્ટમાં ઘટાડો થઈ શકે છે. તેનાથી કંપનીના વર્ષના અંતે વેચાણ યોજનાને મોટો ફટકો પડી શકે છે.
ચીનની ઝીરો-કોવિડ-19 પોલિસીના કારણે કંપનીને નુકસાન સહન કરવું પડી શકે છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે કંપનીએ કહ્યું છે કે ઉત્પાદન પ્લાન્ટ હાલમાં ઓછી ક્ષમતા પર કામ કરી રહ્યો છે. પરંતુ, કંપનીએ ઉત્પાદનને અસર થવા અંગે વધુ વિગતોમાં માહિતી આપી નથી. કંપનીએ કહ્યું છે કે iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની માંગ ઘણી વધારે છે. પરંતુ, તેના શિપમેન્ટમાં ઘટાડો આવી શકે છે.
ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે
આ પહેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એપલના આઈફોન પ્રોડક્શનમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. તેની પાછળ વિશ્વની સૌથી મોટી ફેક્ટરીમાં કોવિડ પ્રતિબંધો વિશે કહેવામાં આવ્યું હતું. કંપનીનો મુખ્ય પ્લાન્ટ મધ્ય ચીનમાં ઝેંગઝોઉ છે.
તે લગભગ 200,000 લોકોને રોજગારી આપે છે. કોરોનાને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઘણા લોકો ફેક્ટરીમાંથી ભાગવા લાગ્યા. જેનો વીડિયો પણ થોડા સમય માટે વાયરલ થયો હતો. માર્કેટ રિસર્ચ ફર્મ TrendForceએ ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે iPhonesના ડિસેમ્બર શિપમેન્ટમાં 80 મિલિયનમાંથી 2-3 મિલિયનનો ઘટાડો થઈ શકે છે.
આનું કારણ ઝેંગઝોઉમાં થઈ રહેલી પરેશાનીઓને આભારી છે. એવું કહેવામાં આવ્યું છે કે એપલ શિપમેન્ટની અસરને કારણે કંપનીના શેરની કિંમત પણ ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, રવિવારે ચીનમાં છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : ચીન: Appleની ફેક્ટરીની દિવાલ કૂદીને કામદારો ભાગ્યા, જાણો- કેમ ?