ગુજરાત

કોરોનાના વધતા કેસો વચ્ચે રાજ્યમાં સર્જાઈ કોરોના વેક્સિનની અછત

Text To Speech
  • રાજ્યમાં સામે આવી કોરોના વેક્સિનની અછત
  • વેક્સિનની અછતને પગલે હાલ વેક્સિનેશન  કરાયા બંધ
  • રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કોરોના વેક્સિનનો સ્ટોક માગ્યો

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોના વેક્સિનની અછત સામે આવી છે. રાજ્યના વિવિધ સરકારી દવાખાનાઓમાં એક પણ વેક્સિનનો ડોઝ ન હોવાનું સામે આવ્યું છે. કોરોના વેક્સિનો સ્ટોક ખાલી થઈ જતા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કોરોના વેક્સિનનો સ્ટોક માગ્યો છે.

રાજ્યમાં કોરોના રસીનો સ્ટોક ખાલી

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં રાજ્યમાં કોરોનાની રસીનો સ્ટોક ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાની અછત સર્જાઈ છે. જેમા અમદાવાદ શહેરમાં પણ વેક્સિનને અછતને પગલે હાલ વેક્સિનેશન બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યમાં કોરોના વિરોધી એક પણ વેક્સિનનો સ્ટોક નથી.અમદાવાદ સહિત રાજકોટ અને વડોદરામાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો છે.

કોરોના રસી-humdekhengenews

રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનના ડોઝ માંગ્યા

આમ રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેક્સિન લેવા આવનારા લોકો વેક્સિન લીધા વિના જ પરત ફરવુ પડી રહ્યું છે. રાજ્યમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખાલી થઈ જતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અને રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 2 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. ત્યારે કેન્દ્રએ વેક્સિનની ઉપલબ્ધતાના આધારે રાજ્યને વેક્સિનના ડોઝની ફાળવણી કરાશે.તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2214 એકટિવ કેસ છે. જેમાંથી 2204 સ્ટેબલ છે. ત્યારે 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો : 2024ની ચૂંટણી પહેલા RSS કરશે શક્તિપ્રદર્શન, મોહન ભાગવત ફરી આવશે ગુજરાત

Back to top button