ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહની બહાર મૃતદેહોની લાઈનો લાગી


ચીનમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીનમાં અનેક લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજી ચૂક્યા છે. ત્યારે ચીન સરકાર કોરોનાને લઈને આંકડા છૂપાવી રહી હોવાના દાવા પણ કરવામા આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ચીનમાંથી હૈયુ હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડીયામાં ચીનના કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
ચીનમાં કોરોનાનું BF.7 વેરિઅન્ટ હવે અનેક લોકોને ઝપેટમાં લઈ રહ્યું છે. આ વેરિઅન્ટને ખૂબ ખતરનાક માનવામાં આવે છે. ચીનમાં રોજ અનેક લોકો તેના કારણે મૃત્યું પામી રહ્યા છે. ચીન સરકાર હાલ સાચા આંકડા રજૂ કરી રહી નથી તેવુ કહેવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મોતના મંજરના આ દ્રશ્યો જોઈને ચીનમાં કોરોનાના કહેરનો અંદાજો લગાવી શકાય છે.
હોસ્પિટલો મૃતદેહોથી ભરાઈ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચીનમાં કોરોના સંક્રમણની સ્થિતિ કેટલી ભયાનક છે. વીડિયોમાં હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી જોવા મળી રહી છે. તેમજ ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં મૃતદેહો બાંધીને રાખવામાં આવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.
સ્મશાનગૃહમાં લોકોએ લાઈન
અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહમાં લોકોએ લાઈન લગાવવી પડે છે. તેમજ શબઘરો ભરાઈ ગયા છે. સરકાર આ મૃતદેહોને કન્ટેનરમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જઈ રહી છે.
ચીનમાં સ્થિતિ બેકાબૂ
ચીનમાં એક તરફ કોરોનાને કારણે ભારે તારાજી સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યો છે , ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાના ઘણા રિપોર્ટ આવી રહ્યા છે. ત્યારે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો પરિસ્થિતિને જલ્દીથી નિયંત્રિત કરવામાં નહીં આવે તો 6 મહિનામાં 15 લાખ લોકોના મોત થઈ શકે છે.
અમેરિકાના વૈજ્ઞાનિકે આપી ચેતવણી
અમેરિકાના પબ્લિક હેલ્થ સાયંટિસ્ટ ડોક્ટર એરિક ફીગલ ડિંગે ટ્વિટ કરીને કહ્યું હતુ કે પ્રતિબંધો હટતા જ ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ છે. સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, દુનિયા હાલમાં મહામારીની શરુઆત જોઈ રહી છે.તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કોવિડ-19: કોરોનાના ખતરા વચ્ચે ભારત માટે આગામી 40 દિવસ મહત્વપૂર્ણ