ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં ફરી વધ્યું કોરોના સંકટ, 24 કલાકમાં કોરોનાના નવા 18,930 કેસ

Text To Speech

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા છે. સાથે જ કોરોનાને કારણે 35 લોકોના મોત થયા છે. આ સાથે સક્રિય કેસ પણ વધીને 1,19,457 થઈ ગયા છે. જ્યારે સકારાત્મકતા દર વધીને 4.32%  થયો છે.

કોરોના સંક્રમણમાં વધારો

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,35,66,739 કેસ નોંધાઈ ચુક્યા છે. સૌથી વધુ ચેપગ્રસ્ત 5 રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 4,113, મહારાષ્ટ્રમાં 3,142, તમિલનાડુમાં 2,743, બંગાળમાં 2,352 અને કર્ણાટકમાં 1,127 કેસ જોવા મળ્યા છે. આ 5 રાજ્યોમાં દેશના કુલ કેસમાંથી 71.19% કેસ મળી આવ્યા છે. ફક્ત કેરળમાં 21.73% કેસ નોધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,305 લોકોના મોત થયા છે. રિકવરી રેટ વધીને 98.52% થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,29,21,977 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના રસીના 11,44,489 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,98,33,18,772 ડોઝ આપવામાં આવ્યા છે.

Back to top button