નેશનલવર્લ્ડ

પાકિસ્તાન સાથે લડાઈ બાદ અફઘાન અને ભારતીયો વચ્ચે ભાઈચારો

Text To Speech

એશિયા કપ 2022 સીઝનમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. જ્યારે ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે.ભારત અને અફઘાનિસ્તાને એશિયા કપમાં એકબીજા સામે મેચ રમીને હતી. આ મેચમાં ભારતીય ટીમે 101 રને જીત મેળવી હતી. ત્યારે અફઘાનીસ્તાન હાર્યા બાદ બંને દેશના ચાહકો વચ્ચે ભાઈચારાનો વીડિયો બહાર આવ્યો હતો જેમાં અફઘાન ટીમના ચાહકો ભારતીયોને ગળે લગાવી અફઘાન ઝિંદાબાદ અને ભારત ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

એક દિવસ પહેલા પાકિસ્તાની-અફઘાન ચાહકો વચ્ચે ટક્કર થઈ હતી:

પાકિસ્તાન અને અફધાનીસ્તાનના ચાહકોમાં ઉગ્ર બોલાચાલી બાદ મારા મારી સુધી વાત પહોચીં ગઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આમ મેચમાં પાકિસ્તાન અને અફઘાન બંને દેશોના ખેલાડીઓ ઉપરાંત ચાહકો વચ્ચે પણ જોરદાર લડાઈ થઈ હતી. મેદાનની અંદર ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમજ અફઘાન ચાહકો પણ પાકિસ્તાની ક્રીકેટરોના વર્તનથી ગુસ્સે થઈ ગયાવ હતા અને ખુરશીઓ તોડી નાખી હતી.

ભારત અને અફઘાનિસ્તાને સાથે મળીને ઝિંદાબાદના નારા લગાવ્યા:

તમને જણાવી દઈએ કે ભારતીય અને અફઘાન ચાહકોને ગળે લગાવવાનો વીડિયો અફઘાનિસ્તાનના જ એક વ્યક્તિએ શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેની મેચ દરમિયાન બંને દેશના ચાહકો વચ્ચે ભાઈચારો જોવા મળ્યો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બંને દેશના ફેન્સ એકબીજાને ગળે લગાવી રહ્યા છે. તેમજ સાથે મળીને ભારત ઝિંદાબાદ… અફઘાનિસ્તાન ઝિંદાબાદ… ના નારા પણ લગાવી રહ્યા છે.

Back to top button