- દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે
- અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ
- ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર
અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી છે. જેમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ નવા 11 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તેમાં USA, કેનેડાથી આવેલા 1- 1 પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ છે.
આ પણ વાંચો: ગુજરાત આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર, અંબાલાલ પટેલની કરી આ આગાહી
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ નવા 11 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાના સૌથી વધુ 11 કેસ અમદાવાદમાં નોંધાયા છે. દેશમાં જેમ જેમ શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે તેમ તેમ રોગચાળાએ માથું ઉચક્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: પૂર્વ સાંસદને વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી
અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ
અમદાવાદના થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી,એસ.પી.સ્ટેડીયમ, વટવા અને જોધપુરમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ તમામ વિસ્તારોમાંથી 7 પુરૂષ અને 4 મહિલા પોઝિટિવ આવ્યા છે. આ સાથે 6 લોકો જે દુબઈ, કેરાલા, હૈદરાબાદ અને USA, કેનેડાથી આવેલા 1- 1 કોરોના સંક્રમિત થયા છે જે ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ છે.
ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર
હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવું સબવેરિયન્ટ JN.1 છે જેના કેસ વધી રહ્યા છે. પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે.