ગુજરાતટોપ ન્યૂઝ

દેશની પહેલી કોરોનાની ટેબલેટ પ્રથમ પરિક્ષણમાં પાસ

Text To Speech

દેશમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે કોરોનાથી કઈ રીતે બચવું તેમજ કોરોના સંક્રમણને આગળ વધતું કઈ રીતે અટકાવવું તેના પ્રયત્નોમાં સૌકોઈ લાગેલું છે ત્યારે કોરોના સામેના જંગમાં વધુ એક સફળતા મળી છે. જી હા. દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ તબક્કાના પરીક્ષણમાં ખરી ઉતરી છે.

કોરોનાની ટેબલેટ પ્રથમ તબક્કાના પરિક્ષણમાં પાસ

સેન્ટ્રલ ડ્રગ્સ લેબ કસૌલીએ પરીક્ષણમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતાને તપાસી હતી. તેમાં વીએક્સએ-જીઓવી 2 એંટરિક કોટેડ ટેબલેટને પ્રથમ તબક્કામાં સફળતાપૂર્વક પાર કરી લીધું છે. હવે તેનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આ ટેબલેટને બેંગલુરુની સિનઝિન કંપનીએ અમેરિકામાંથી આયાત કરી છે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં દવાને બજારમાં ઉતારવાનો દાવો કર્યો છે. બજારમાં ટેબલેટ આવ્યા બાદ કોરોના વેક્સિનની રસી લગાવામાંથી છૂટકારો મળી જશે.

હવે થશે આ ટેબલેટનું ક્લિનિકલ ટ્રાયલ

સીડીએલ કસૌલીમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતા તપાસમાં આવી છે. જો કે, બજારમાં લાવતા પહેલા કોરોના ટેબલેટના પરીક્ષણને વધુ બે તબક્કામાંથી પસાર થવું પડશે. તેની સાથે જ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ પણ થશે. 10 ઓગસ્ટે શરૂ થશે બીજૂ પરીક્ષણ પ્રથમ તબક્કો પાર કર્યા બાદ બીજો તબક્કો 10 ઓગસ્ટથી શરૂ થશે. તેના માટે કંપની તરફથી પ્રક્રિયા પુરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કંપનીએ તેના ટ્રાયલ બેચ ફરીથી સીડીએલ કસૌલીમાં પરીક્ષણ માટે મોકલશે.

Back to top button