ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

રાજ્યમાં કોરોનાએ રાહત પણ હવે સ્વાઈન ફ્લૂએ ચિંતા વધારી, ત્રણ મહાનગરોની સ્થિતિ બેકાબૂ

Text To Speech

દેશભરના ઘણાં રાજ્યોમાં વિવિધ રોગચાળાઓની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ કોરોના કેસની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોના બાદ સ્વાઈન ફ્લૂમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ મંકી પોક્સ અને લમ્પી વાયરસ પર સરકારે નજર બનાવી રાખી છે ત્યારે હવે સ્વાઈન ફ્લૂ ચિંતા વધારી છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસે દિવસે વધારો નોંધાતો જઇ રહ્યો છે. સુરતમાં એક વૃદ્ધનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ છે અને વધુ 11 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ વધીને 32 થયા છે. તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયુ છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના નવા 16,167 કેસ, ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા

કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો 32 થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક 10 માસના બાળક અને 10 વર્ષના બાળકનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયા હતા, જોકે હવે તેમને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. 10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન ઉપર છે. જ્યારે સોલા સિવિલમાં 70 વર્ષીય દર્દી સ્વાઈન ફ્લૂ મુક્ત થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. બીજીતરફ અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના એક દર્દીને રજા અપાઈ છે.

સુરતમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત

સુરત શહેરમાં એક બાજુ કોરોનાનું સંકટ યથાવત છે. ત્યાં બીજી તરફ હવે સ્વાઇન ફ્લૂએ પણ શહેરને ભરડામાં લીધુ છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. દિન પ્રતિદીન વધતા સ્વાઇન ફ્લૂના કેસોએ ચિંતા વધારી છે. સુરતમાં હવે સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય તંત્ર પણ હવે એકશન મોડમાં આવી ગયુ છે. આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના ભાગ રુપે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ સ્વાઇન ફ્લૂનો વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યુ છે. સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે. આમ સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં ચારના મોત થયા છે. બીજી તરફ સુરતમાં સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા છે. ત્યારે ચોમાસા દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થવાની શક્યતા છે. વધતા સ્વાઈન ફ્લૂના કેરને લઈ મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં છે.

રાજકોટમાં એક દર્દીનું મોત

રાજકોટમાં સતત વધી રહેલા રોગચાળા વચ્ચે કોરોના અને સ્વાઇન ફ્લૂનો ડબલ એટેક થયો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 1 દર્દીનું મોત નિપજ્યું છે. વરસાદી ઋતુ તેમજ મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સ્વાઇન ફ્લૂને લઇને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં જરૂરી દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેટ રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

Back to top button