રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 668 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4046 થયા છે. વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 4041 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 515 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના 9 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં એક પણ કેસ નોંધાયા નથી.
રાજ્યમાં કોરોના બ્લાસ્ટ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૨૫૩-ગ્રામ્યમાંથી ૫ સાથે સૌથી વધુ ૨૫૮ નવા કેસ નોંધાયા છે. આમ, જુલાઇના ૯ દિવસમાં જ અમદાવાદમાંથી કુલ ૨૧૬૮ને કોરોના થયો છે. સુરત શહેરમાં ૮૧-ગ્રામ્યમાં ૧૮ સાથે ૯૯, વડોદરા શહેરમાં ૫૨-ગ્રામ્યમાં ૯ સાથે ૬૧, ગાંધીનગર શહેરમાં ૨૭-ગ્રામ્યમાં ૧૯ સાથે ૪૬, ભાવનગર શહેરમાં ૨૭-ગ્રામ્યમાં ૮ સાથે ૩૫, રાજકોટ શહેરમાં ૧૧-ગ્રામ્યમાં ૭ સાથે ૧૮, વલસાડમાં ૧૮, મહેસાણામાં ૧૫, કચ્છમાં ૧૪, ભરૃચ-નવસારીમાં ૧૩, જામનગર શહેરમાં ૮-ગ્રામ્યમાં ૧ સાથે ૯, મોરબી-પાટણમાં ૯, બનાસકાંઠામાં ૮, દેવભૂમિ દ્વારાકામાં ૭, અમરેલી-આણંદ-સુરેન્દ્રનગરમાં ૬, તાપીમાં ૫, ખેડા-પોરબંદરમાં ૪, અરવલ્લીમાં ૩, સાબરકાંઠામાં ૨ નવા કેસ નોંધાયા છે. આમ, ૨૪ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે.
આજે 68,073 રસીકરણ થયું
કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 09 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 44,053 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 27,271. 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 3946 બીજા ડોઝમાં 2992 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,18,83,207 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.