- અમદાવાદમાં સૌથી વધુ 98 કેસ
- રાજ્યમાં વધુ 376 દર્દી સ્વસ્થ થયા
- આજે એકપણ દર્દીનું મોત થયું નથી
ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે. રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 331 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 98 કેસ નોંધાયા છે.
ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નવા 331 કેસ નોંધાયા છે. જેમાં આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 98, મહેસાણામાં 29 કેસ, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 28-28 કેસ, સુરતમાં 24 કેસ, પાટણમાં 20 કેસ, વડોદરામાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 9-9 કેસ, ભરૂચમાં 8 કેસ, મોરબીમાં 7 કેસ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ,ગાંધીનગરમાં 5 કેસ, આણંદ – બનાસકાંઠા – પોરબંદર અને રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, અમદાવાદ – ખેડા – કચ્છ – નવસારી, પંચમહાલ અને રાજકોટમાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશન તથા બોટાદ અને જામનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 1997 થયા
આજે વધુ 376 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,75,714 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક 11,072 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 98.98 છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1997 થયા છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1992 દર્દીઓ સ્ટેબલ છે.