નેશનલ

ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ, 5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો

Text To Speech

દેશમાં કોરોના સંક્રમણ ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસે ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના રેકોર્ડ કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2,151 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો ફરી એકવાર ડરવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,151 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 44,709,676 થઈ ગઈ છે. ત્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 11,903 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા ડેટા

આજે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સંક્રમણથી મૃત્યુઆંક 5,30,841 છે. ભારતમાં સંક્રમણનો દૈનિક દર 1.51 ટકા છે અને સાપ્તાહિક દર 1.53 ટકા છે.

કોરોના વાઈરસ - Humdekhengenews

11,903 લોકો સારવાળ હેઠળ

તાજેતરના ડેટા અનુસાર, દેશમાં હાલમાં 11,903 લોકો કોરોના વાયરસના સંક્રમણથી સારવાર હેઠળ છે, જે કુલ કેસના 0.03 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,41,66,925 લોકો સંક્રમણ મુક્ત થયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે.

કોવિડ-19 વિરોધી રસીના  220.65 કરોડ ડોઝ અપાયા

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઇન્દોરની 7 માળની હોટલમાં ભીષણ આગ , ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્કું કરાયા

Back to top button