ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

દેશમાં કોરોનાનું વધતું સંકટ ! નવા કેસમાં 40%નો વધારો

Text To Speech

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં 40 ટકાનો વધારો થઈ રહ્યો છે. જ્યાં બુધવારે 5233 નવા કેસ નોંધાયા હતા ત્યાં આજે 7240 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7240 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 હજાર 490 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં 2710 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2,710 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓની વાત માનીએ તો કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 10 હજારની નજીક પહોંચી ગઈ છે, જોકે કોરોનાના કારણે અન્ય કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હાલમાં દેશભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 32,498 થઈ ગઈ છે. એક્ટિવ કેસ કોરોનાના કુલ કેસના 0.08 ટકા છે. હાલ દેશમાં રિકવરી રેટ ઘટીને 98.71 ટકા પર આવી ગયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3591 દર્દીઓ સાજા પણ થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા અડધાથી પણ ઓછા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 26 લાખ, 40 હજાર, 301 લોકોએ આ મહામારીને માત આપી છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને હવે 2.13 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 1.31 ટકાઈ થઈ ગયો છે. દેશમાં અત્યારસુધી કુલ 85.38 કરોડ સેમ્પલનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં 3,40,615 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 194.59 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

Back to top button