ગુજરાતમાં ઘણા સમયથી ફૂંફાડા મારતો કોરોના હવે સાવ ઢીલોઢફ થઈ ગયો હોય તેવું લાગે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. આજે વધુ 107 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,79,457 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નવા 31 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8 કેસ, વડોદરામાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, સુરતમાં 4 કેસ, મહેસાણા અને સુરત ગ્રામ્યમાં 2- 2 કેસ તેમજ આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે.
3 દર્દીઓ વેન્ટિલેટર ઉપર
રાજયમાં કુલ મૃત્યુઆંક 11,075 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.10 છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 496 થયા છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 493 દર્દીઓ સ્ટેબલ છે.