નેશનલ

દેશમાં ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે કોરોના, 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ, 26 દર્દીના મોત

Text To Speech

દેશમાં કોરોના ફરી માથુ ઉંચકતો હોય તેવું લાગે છે. કારણ કે, છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. તેવામાં 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,157 કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ કેસની સંખ્યા વધીને હવે 4,25,38,976 થઈ ચુકી છે. તો કુલ સક્રિય કેસ 19,500 પર પહોંચ્યા છે. 24 કલાકમાં દેશમાં 2,723 દર્દી સાજા છે જ્યારે 24 કલાકમાં કોરોનાથી 26 દર્દીના મૃત્યુ થયા હોવાનો આંકડો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યો છે. 24 કલાકમાં 4,02,170 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ફાઈલ

20 રાજ્યોમાં ચિંતા વધારતો કોરોનાનો ચેપ
અહેવાલો અનુસાર, દેશના 20 રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી ફેલાઈ રહ્યું છે. આમાં સૌથી ખરાબ સ્થિતિ રાજધાની દિલ્હીની છે. ગત અઠવાડિયે અહીં 9684 નવા દર્દીઓ સામે આવ્યા છે. અગાઉના સપ્તાહની સરખામણીએ આ 53 ટકા વધુ છે, જ્યારે 6326 કેસ નોંધાયા હતા. આ એક સપ્તાહમાં દેશમાં મળી આવેલા કુલ કોરોના સંક્રમિત કેસોમાંથી 43 ટકા દિલ્હીમાં જ મળી આવ્યા છે. એ જ રીતે હરિયાણામાં ગત અઠવાડિયે 3695 કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહ કરતાં 61 ટકા વધુ છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં ગત સપ્તાહ કરતાં 36 ટકા વધુ કેસ નોંધાયા છે.

મૃત્યુઆંકમાં કોઈ વધારો નહીં
રાહતની વાત એ છે કે દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મૃત્યુઆંકમાં કોઈ ઉછાળો આવ્યો નથી. જો 25 એપ્રિલથી 1 મે સુધીના મૃત્યુ જોઈએ તો એક સપ્તાહમાં લગભગ 30 મૃત્યુ નોંધાયા છે. આ મૃત્યુમાં અગાઉના મૃત્યુના આંકડા ઉમેરવામાં આવ્યા નથી. આ રીતે, તેના પહેલા એક અઠવાડિયામાં 29 મૃત્યુ નોંધાયા હતા.

Back to top button