નેશનલ

દેશમાં કોરોના મરણ પથારીએ, કેસમાં મોટો ઘટાડો, જાણો કેસનો નવો આંકડો

Text To Speech

ભારતમાં કોરોનાના સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર,આજે છેલ્લા 24 કલાકમાં 1,580 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 19 હજારથી ઘટીને 18 હજાર થઈ ગઈ છે.

કોરોનાના સક્રિય કેસ

કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,28,417 લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ જીતી છે. આજે 12 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,31,753 થઈ ગયો છે, સરકારી ડેટામાં જણાવ્યા મુજબ મૃત્યુ દર 1.18 ટકા હતો, જ્યારે પુનઃપ્રાપ્તિ દર 98.77 ટકા નોંધાયો હતો. ઉપરાંત, સક્રિય કેસોની સંખ્યા 19,613 થી ઘટીને 18,009 થઈ ગઈ છે.

કોરોના-humdekhengenews

220 કરોડ રસી લગાવવામાં આવી

કોરોના કેસની કુલ સંખ્યા 4.49 કરોડ એટલે કે 4,49,76,599 નોંધાઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે સક્રિય કેસ હવે કુલ ચેપના માત્ર 0.04 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

અઠવાડિયામાં સક્રિય કેસની સંખ્યા ઘટી

જો આપણે પાછલા અઠવાડિયાના સક્રિય કેસ પર એક નજર કરીએ, તો તે દર્શાવે છે કે આરોગ્ય વિભાગ સાવધાનીપૂર્વક કામ કરી રહ્યું છે. જ્યાં એક તરફ કેસ વધવાના સમાચારને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ રોગચાળાને કાબુમાં લેવા માટે કામે લાગી ગયું હતું. લોકો અને આરોગ્ય વિભાગની જાગૃતિને કારણે કોરોના રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત ઘટી રહી છે.

 આ પણ  વાંચો : કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર ! રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી

Back to top button