છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાએ રફતાર પકડી હોય તેવું લાગી રહ્યું છે. રોજ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ચેપના 19,673 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 39ના મોત છે. તેમાંથી સૌથી વધુ સાત મૃત્યુ પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ચાર અને દિલ્હીમાં ત્રણના મોતની પુષ્ટિ થઈ છે.
COVID19 | India reports 19,673 new cases in the last 24 hours; Active caseload at 1,43,676 pic.twitter.com/P9PeUniXzW
— ANI (@ANI) July 31, 2022
દેશમાં કોરોનાના નવા 19,673 કેસ
દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,43,646 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,357 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,49,778 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,25,69,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 31,36,029 ડોઝ ગઈકાલે અપાયા હતા.
ગુજરાતમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા છે. ગત રોજ એટલે કે 30 તારીખના રોજ 945 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 12, 36, 985 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા 6, 274 છે.