ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

કોરોના: ભારતમાં વધ્યા  કેસ, નવા વેરીયન્ટ JN.1 સંબંધિત મહત્ત્વની બાબતો જાણો

અમદાવાદ, 22 ડિસેમ્બર : કોરોના વાયરસના JN.1 વેરિઅન્ટ પર વધી રહેલી ચિંતાઓ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી. એજન્સીએ હજી તેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યો છે, તેથી ગભરાવાની જરૂર નથી. પરંતુ બેદરકારી કરવી નહીં.

આ ઉપરાંત, ભારતમાં છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવું સબ-ફોર્મ JN.1 જોવા મળી રહ્યું છે, પરંતુ હવે તેનો ફેલાવો વધી રહ્યો હોય તેવું લાગે છે. છેલ્લા એક સપ્તાહમાં, જીનોમ સિક્વન્સિંગ માટે આવેલા દર્દીઓના તમામ સેમ્પલમાં આ નવું સબ-ફોર્મ જોવા મળ્યું છે, તેનાથી હાલમાં વિશ્વના 40થી વધુ દેશો આ સંક્રમણ હેઠળ છે. સાથે જ દેશના 11 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ચેપી રોગ વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. સમીરન પાંડાએ કહ્યું કે JN.1 પેટા પ્રકારનું R મૂલ્ય ઓમિક્રોન કરતા વધારે જોવા મળ્યું છે. તેથી આમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધુ છે, પરંતુ પહેલાંની જેમ ગંભીર નથી.

તેમજ, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું કે JN.1 પેટા-ફોર્મ અંગે ઘણા તબીબી અભ્યાસો પ્રકાશમાં આવ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે. કે આ બહુ ગંભીર સ્વરૂપ નથી, પરંતુ તે ચોક્કસપણે લોકોને ઝડપથી ઘેરી શકે છે.

(22 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ. આ વિશે વધારે જાણવા માટે નીચે વીડિયો પર ક્લિક કરો)

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કોરોનાનું નવું વેરિઅન્ટ શા માટે ચિંતાનું કારણ છે?

1. ભારતમાં અત્યાર સુધીમાં JN.1 સબ-વેરિયન્ટના 26 કેસ નોંધાયા છે. 25 કેસમાંથી 19 ગોવામાં, ચાર રાજસ્થાનમાં અને એક-એક કેરળ, દિલ્હી, મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

2. ગોવામાં મળી આવેલા JN.1 વેરિઅન્ટના તમામ 19 કેસ દર્દીઓ સાજા થઈ ગયા છે. તેમની પાસેથી એકત્ર કરાયેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ દરમિયાન આ પ્રકાર શોધી કાઢવામાં આવ્યો હતો.

3. ગોવાના રોગચાળા નિષ્ણાત ડૉ. પ્રશાંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે JN.1 વેરિઅન્ટ ધરાવતા દર્દીઓમાં હળવા લક્ષણો હતા અને તેઓ હવે સ્વસ્થ થયા છે.

4. અગાઉ બુધવારે જેસલમેરમાં JN.1 સબ-વેરિયન્ટના બે કેસ નોંધાયા હતા. ગુરુવારે જયપુરમાં વધુ બે કેસ નોંધાયા હતા.

5. ભારતમાં કોવિડ-19ના 594 નવા કેસ નોંધાયા તેથી હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2,669 થઈ છે.

6. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્તમાન પુરાવાના આધારે JN.1 ને ઓછો જોખમી ગણાવ્યો છે. તેને મૂળ બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યો છે BA.2.86 અને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ.

7. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં દર 24માંથી એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. લંડન આનાથી સૌથી વધુ પ્રભાવિત છે. તેનું કારણ અત્યંત ચેપી JN.1 વેરિઅન્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

8. સમગ્ર ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કોરોનાનો ફેલાવો દર 4.2% છે. લંડનમાં આ દર 6.1% નોંધાયો છે.

9. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી અને ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સંયુક્ત અહેવાલ મુજબ, આ પ્રકાર 18 થી 44 વર્ષની વયના લોકોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

10. કેસોમાં વધારાનું કારણ ઠંડુ હવામાન, નાના દિવસો અને શિયાળાની ઋતુમાં વધેલા સામાજિક મેળવળાને ગણવામાં આવી રહ્યા છે.

ચેપ આ રાજ્યોમાં પહોંચ્યો

INSACOG સિવાય નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : ભારતીય ગૂગલ મેપ્સ યુઝર્સ હવે સરળતાથી એડ્રેસ શોધી શકશે

Back to top button