સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોનાના સકંજામાં અત્યારે ઉત્તર કોરિયા છે. વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ, ઉત્તર કોરિયામાં સ્થિતિ તેનાથી તદ્દન ઉંધી જોવા મળી રહી છે. ઉત્તર કોરિયાના લોકોમાં કોરોનાનું જોખમ વધી ગયું છે. ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, છેલ્લા 24 કલાકમાં અંદાજીત 2 લાખ 19 હજારથી વધુ લોકોમાં શંકાસ્પદ તાવના લક્ષણો જોવા મળ્યા. સતત પાંચમા દિવસે શંકાસ્પદ તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યાનો આંકડો 2 લાખને પાર પહોંચી ગયો છે. એપ્રિલના અંતથી કોરોના ઉત્તર કોરિયામાં વીજ વેગે ફેલાઈ રહ્યો છે.
ઉત્તર કોરિયાની 2.6 કરોડની વસ્તીએ કોવિડ-19 રસીનો ડોઝ લીધો નથી. શંકાસ્પદ તાવના કારણે ઉત્તર કોરિયામાં 24 લાખથી વધુ લોકો બીમાર છે. એપ્રિલના અંતથી ઝડપથી ફેલાતા આ તાવને કારણે 2.4 મિલિયનથી વધુ લોકો બીમાર પડ્યા છે અને 66 લોકોના મોત થયા છે. સંક્રમણ ફેલાતા કિમ જોંગે એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરવા પર કડક પ્રતિબંધ લગાવી દીધા છે તેમજ રાજધાની પ્યોંગયાંગમાં દવાની દુકાનોમાં દવાઓ પહોંચાડવામાં મદદ કરવા હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ આ સંક્રમણનું કેન્દ્ર છે.
ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણ અત્યંત ઝડપથી વધી રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના દેશો આરોગ્ય સેવાને મજબૂત બનાવી રહ્યા છે. અહીં આશરે 15 લાખ લોકો પીડિત છે. 24 કલાકમાં છ લોકોના કોરોનાથી મોત થયા છે. એપ્રિલથી અત્યાર સુધી 56 લોકોના સંક્રમણથી મોત થઈ ચૂક્યા છે. કોરોનાની તપાસ માટે પૂરતી ટેસ્ટ કિટ નહીં હોવાથી અહીં સ્થિતિ બદતર થઈ રહી છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે, દુનિયાના બે જ દેશ ઉત્તર કોરિયા અને ઈરિટ્રિયાએ વેક્સિન ખરીદી નથી