ઉત્તર ગુજરાતગુજરાત

કોરોના ફરી વકર્યો, મહેસાણામાં કોરોનાગ્રસ્ત 3 વર્ષીય બાળકનું નિપજ્યુ મોત

Text To Speech

કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરીથ ઉથલો માર્યો છે. ત્યારે કોરોનાએ ફરી એક લોકોને ઝપેટમાં લેવાનું શરુ કરી દીધુ છે. અને તેના કારણે લોકોમાં ફરી એક વાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે.

કોરોનાગ્રસ્ત ત્રણ વર્ષીય બાળકનું મોત

જાણકારી મુજબ મહેસાણાના જોટાણામાં કોરોનાગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે. આ બાળકને લીવરની બીમારીને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા આ બાળકનું ઓપરેશન કરવાનું હતુ જેની પહેલા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બાળકના એપરેશન બાદ તેનું મોત નિપજ્યુ હતુ. અને તેના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોનાના કેસ-humdekhengenews

રાજ્યમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના કેસને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અને કોરોનાના કેસને પગલે હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર રાખવામા આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના 435 એક્ટીવ કેસ છે. જેમાંથી અમદાવાદમાં જ 230 એક્ટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : આ તો બોટાદ છે કે મનાલી ? ભર ઉનાળે બરફની સફેદ ચાદરથી ઢંકાયા રોડ

Back to top button