ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં કોરોનાએ ફરી પકડી રફતાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,109 નવા કેસ નોંધાયા

Text To Speech
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,109 નવા કેસ નોંધાયા
  • ગઈ કાલની સરખામણીએ 9 ટકા વધુ કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,109 નવા કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 49,622 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ નવા કેસ

હવે ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 10,000 થી વધુ નવા કેસ જોવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ એટલે કે ગુરુવારની સરખામણીમાં 9 ટકા વધુ છે.

ભારતમાં ચેપનો દૈનિક દર 5.01 ટકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.01 ટકા છે અને સાપ્તાહિક દર 4.29 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,42,16,583 લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે.

સતત 5 દિવસથી કેસમાં વધારો

આ અઠવાડિયે સતત 5 દિવસ સુધી કોરોનાના કેસ વધી રહ્યા છે. એક દિવસ અગાઉ 13 એપ્રિલે 10,158 અને 12 એપ્રિલના રોજ 7,830 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જોકે મૃત્યુઆંક ઓછો રહ્યો છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ આનંદો! રાજ્યની શાળાઓમા ઉનાળા વેકેશનની તારીખો થઈ જાહેર

Back to top button