- એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી
- મહેસાણા, ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા
- હાલ ગુજરાતમાં 13 જેટલા એક્ટિવ કેસ છે
અમદાવાદમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે. અમદાવાદમાં હાલ 7 એક્ટિવ કેસ છે. ત્યારે આગોતરી તૈયારીના ભાગરૂપે બેડ તૈયાર કરાયા છે. કેરળમાં કેસ વધતાની સાથે AMCએ તકેદારીના પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક તમામ હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં આંશિક ઘટાડો, જાણો કયા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું
હાલ ગુજરાતમાં 13 જેટલા એક્ટિવ કેસ છે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આ સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા, ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. તેમાં મહેસાણા-ગાંધીનગરના દર્દીઓ દ.ભારતના પ્રવાસે ગયા હતા. તથા રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો છે.
એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી
તમામના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. તેમજ અમદાવાદમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે. 7 પૈકી 5 દર્દીઓ વિદેશ પ્રવાસથી આવ્યા હતા. જેમાં પાલડીમાં 3, જોધપુરમાં 2 અને ઘાટલોડિયામાં 2 કેસ આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરના પ્રવાસે દર્દીઓ ગયા હતા. એક તરફ રાજ્યમાં 13 કેસ આવ્યા હોવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેની સાથે જ તંત્ર પણ જાગી ગયું છે. આ તરફ રાજ્યમાં કોરોના દરમિયાન અમદાવાદ મુખ્ય કેન્દ્રમાં રહ્યું હતું ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને AMCએ તૈયારી શરૂ કરી દીધી છે. SVP હોસ્પિટલમાં 80 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.