ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

કોરોનાના દૈનિક કેસમાં ફરી વધારો, ગુજરાતમાં નવા 244 કોરોના કેસ

Text To Speech

ગુજરાતમાં કોરોનાને દૈનિક કેસમાં ફરી વધારો થયો છે. ગુજરાતમાં નવા 244 કોરોના કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમિત 1 દર્દીનું મોત નિપજ્યું છે.

Gujarat Corona

આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1762 પર પહોંચ્યો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1759 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના સંક્રમિત 307 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.00 ટકા થયો છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું ન હતું. આજે મહેસાણામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું છે.

Gujarat Corona Case

અમદાવાદમાં 84, વડોદરામાં 29, સુરતમાં જિલ્લામાં 23, સુરતમાં 20, મહેસાણામાં 18, ગાંધીનગરમાં 12, વડોદરા જિલ્લામાં 9, પાટણમાં 7, વલસાડમાં 4, ભરુચમાં 4, ગાંધીનગરમાં 4, અમરેલીમાં 3, મહીસાગરમાં 3, નવસારીમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, આંણદમાં 2, કચ્છમાં 2, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં જિલ્લામાં 1, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં 1 કેસ નોંધાયા છે.

Back to top button