કોરોના સામે લડવા સુરતમાં કોરોના કંટ્રોલ રૂમ શરૂ, જાણો શું છે વ્યવસ્થા ?
દેશભરમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારી છે. સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની હિસ્ટ્રી સાથે લક્ષણો જોતા આગામી દિવસોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં બુધવારે નવા 90 કોરોના કેસ સામે આવ્યા છે. તથા વધુ 22 દર્દી સ્વસ્થ, 336 એક્ટિવ કેસ છે. તેમજ 24 કલાકમાં 1154 લોકોનું રસીકરણ કરાયું છે.
મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓ ડબલ ડિજિટમાં આવી જાય તેવી શક્યતાના પગલે આજથી મહાનગરપાલિકા દ્વારા કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.સુરત મહાનગરપાલિકાનું અતિ આધુનિક સ્મેક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સંક્રમણ વધવાની શક્યતા ને પગલે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ સજ્જ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : સરકારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ ઓછા !
અગાઉ કોરોના દરમિયાન વેસુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહાનગરપાલિકાએ કોરોનાનો વોર રૂમ શરૂ કર્યો હતો. આ રૂમમાંથી જ કોરોના સામે લડવા માટે આયોજન કરાતું હતું. હાલમાં ભટાર ખાતે અતિ આધુનિક સેન્ટર શરૂ થતા પાલિકા તંત્ર એ કોવિડનો કંટ્રોલરૂમ ભટાર શરૂ કર્યો છે. કોરોનાના દર્દી અને આરોગ્યને લગતી તમામ માહિતી આ સેન્ટર પરથી જ મળી જશે.
કંટ્રોલ રૂમમાં શું છે ખાસ વ્યવસ્થા
કંટ્રોલ રૂમ શરૂ કરવા ઉપરાંત પ્રાઇવેટ પ્રેકટીસ કરતા તબીબોને પણ આ બાબતે માહિતગાર કરી શંકાસ્પદ દર્દીઓની સંપૂર્ણ વિગતો રજૂ કરવા અંગે નક્કી કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટર ખાતે 120 જેટલા ડોક્ટર્સ અને 650 પેરા મેડિકલ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી હોવાની વિગત બેઠક અંતર્ગત રજૂ કરવામાં આવી હતી.
આ સાથે જ સુરતમાં ઝોન પ્રમાણે રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય તંત્રે કમિશનરના ધ્યાન ઉપર મુક્યું હતું. આ ટીમ દ્વારા કોવિડના દર્દીઓનું ટ્રેકિંગ, ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ, આઇસોલેશન અને ક્વોરેન્ટાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું બેઠક અંતર્ગત જણાવાયું હતું. પાલિકાને જરૂરી ટેસ્ટીંગ કીટ અને દવાનો જથ્થો પણ મળી ચૂક્યો હોય તંત્ર દ્વારા જાહેર આરોગ્યની પરિસ્થિતિ ઉપર પેની નજર રાખવાનું શરૂ કરાયું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી કોરોના સંક્રમણ વધ્યું, જાણો કયા શહેરમાં આવ્યા સૌથી વધુ કેસ