ગુજરાતટોપ ન્યૂઝ

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ; રાજ્યમાં બુધવારે નવા 184 કેસ નોંધાયા

Text To Speech

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 184 કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં 20 કેસનો વધારો થયો છે. મંગળવારે 164 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાની સારવાર બાદ 112 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 712 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે.

અમદાવાદ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 91 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 7, કચ્છમાં 4, સુરત ગ્રામ્યમાં 4, વલસાડમાં 4, અમદાવાગ ગ્રામ્યમાં 3, ભરૂચમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામનગર જિલ્લામાં 5, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે.

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 991 પર પહોંચી ગયા છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1214775 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.03 ટકા છે.

ગુજરાતમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં વેક્સિનના 43 હજાર 217 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી વેક્સિનના કુલ 11 કરોડ 6 લાખ 33 હજાર 665 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.

શું દેશની સ્થિતિ?
ભારતમાં કોરોના કેસમાં મંગળવાર કરતાં બુધવારે મોટો વધારો જોવા મળ્યો. છેલ્લા 24  કલાકમાં 8,822 નવા કેસ અને 11 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 58 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 58,215 થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,803 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,74,712 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,67,37,014 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15,21.942 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.

Back to top button