દેશમાં કોરોનાની ગતી બેકાબૂ બનતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW
— ANI (@ANI) July 22, 2022
કોરોના સંક્રમણમાં સતત વધારો
ગત રોજની વાત કરીએ તો ગુરુવારે દેશમાં કોરોના વાયરસના 21,566 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 45 લોકોના મોત થયા હતા. જયારે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ગત રોજ કરતા આજે 314 વધુ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે. જયારે 21,219 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,49,882 થઈ ગયા છે.
દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,38,47,065 થઈ ગઈ છે. જેમાંથી 5,25,930 દર્દીઓના મોત થયા છે. જ્યારે 4,31,71,653 લોકો કોરોનાના સંક્રમણને હરાવી ચુક્યા છે. દેશનો રિકવરી રેટ 98.46 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.2 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4,95,359 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 87.17 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.