

ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 816 કેસ નોંધાયા છે. તો 745 દર્દીઓએ કોરોનાને માત આપી છે. એક દિવસમાં રાજ્યમાં કોરોના સંક્રમિત બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.71 ટકા થઈ ગયો છે.

હાલ કુલ દર્દીઓની વાત કરીએ તો, રાજ્યમાં હાલ 5168 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5158 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,29,700 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 10,956 લોકોના મોત નિપજ્યા છે.
અમદાવાદમાં કોરોનાના નવા કેટલા કેસ ?
જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 312 કેસ નોધાયા છે અને બે મોત નોંધાયા છે. જ્યારે મહેસાણા 56, સુરત કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરા 40, રાજકોટ કોર્પોરેશન 36, સુરત 25, કચ્છ 24, પાટણ 21, વલસાડ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, ભાવનગર કોર્પોરેશન 18, આણંદ 16, ભરૂચ 15, રાજકોટ 13, અમરેલી 12, જામનગર કોર્પોરેશન 11, નવસારી 11, મોરબી 10 એમ કુલ 816 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના સામે કેટલું રસીકરણ ?
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં ગુરૂવારના સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 2,10,623 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. . રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1461 ને રસીનો પ્રથમ અને 3845 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 217 ને રસીનો પ્રથમ અને 661 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 24247 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1880 ને રસીનો પ્રથમ અને 3755 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 174557 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,30,42,755 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.