ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

હાશ…! સંક્રમણમાં ઘટાડો, 5 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ

Text To Speech

છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતા વધારી હતી. પરંતુ, આજે પાંચ દિવસ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જી હાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે.

પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં કેટલા નવા કેસ?
છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 923 કેસ નોંધાયા છે. જ્યારે 7 હજાર 293 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. તો બીજી તરફ કોરોના સંક્રમિત 17 દર્દીઓના મોત થયા છે. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79 હજાર 313 છે. જ્યારે કોરોનાનો પ્રતિ દિન પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી 4 કરોડ 27 લાખ 15 હજાર 193 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. તો અત્યારસુધી કોરોનાના કારણે 5 લાખ 24 હજાર 890 લોકોના મોત થયા છે. સોમવારે દેશમાં 13 લાખથી વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવી.

મહારાષ્ટ્રમાં કેટલા નવા કેસ?
મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 1310 કેસ નોંધાયા છે. જ્યારે, 116 લોકો કોરોના સામેની જંગ જીતવામાં સફળ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી 10 લાખ 62 હજાર 280 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 97 ટકા છે. જો એક સપ્તાહની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં બહુ ઓછા પ્રમાણમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં હાલ 14,089 એક્ટિવ કેસ છે.

ફાઈલ તસવીર

દેશની રાજધાનીમાં કેટલા નવા કેસ?
રાજધાની દિલ્લીની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1060 કેસ નોંધાયા છે. દિલ્લીમાં એક્ટિવ કેસની સંખ્યા 5 હજાર 375 પર પહોંચી ગઈ છે. તો પોઝિટિવિટી રેટ 10.09 ટકા છે.રાજ્ય સરકારે જાહેર કરેલા હેલ્થ બુલેટિન મુજબ 4095 કોરોના સંક્રમિત દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. તો 220 સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દિલ્લીમાં અત્યારસુધી 3 કરોડ 88 લાખ 87 હજાર 14 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

ગયા રવિવારે કોરોનાના 12 હજાર 781 દર્દીઓ નોંધાયા હતા અને 18 સંક્રમિત લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ગત શનિવારે 12 હજાર 899 નવા દર્દીઓ નોંધાયા હતા. રવિવારે 8 હજાર 537 કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. રવિવારે મહારાષ્ટ્રમાં 3085, કેરળમાં 2204, દિલ્લીમાં 1104 નવા કેસ નોંધાયા હતા. રવિવારે દેશમાં રિકવરી રેટ 98.61 ટકા નોંધાયો હતો.

Back to top button