- અમદાવાદની SVP માં 80 બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો
- સુરત સીવિલમાં 45 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી
- એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી
અમદાવાદમાં કોરોના કેસ નોંધાતા તંત્રએ SVP હોસ્પિટલમાં તૈયારી કરી છે. જેમાં SVP માં 80 બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ 20 ICU બેડ અને શંકાસ્પદ દર્દીઓ માટે બેડ તૈયાર થયા છે. અને ઓક્સિજન ટેન્ક અને દવાઓના સ્ટોક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: તમારા પતંગની દોરી જીવલેણ નથી ને… જાણો કઇ રીતે બને છે ખતરનાક માંજો
નવા કોરોના વેરિયેન્ટને લઈ સુરતનું તંત્ર પણ સજ્જ
ઉલ્લેખનીય છે કે નવા કોરોના વેરિયેન્ટને લઈ સુરતનું તંત્ર પણ સજ્જ થયુ છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં વ્યવસ્થા કરાઇ છે. 45 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવશે. એક તરફ રાજ્યમાં 13 કેસ આવ્યા હોવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેની સાથે જ તંત્ર પણ જાગી ગયું છે. આ તરફ રાજ્યમાં કોરોના દરમિયાન અમદાવાદ મુખ્ય કેન્દ્રમાં રહ્યું હતું ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને AMCએ તૈયારી શરૂ કરી દીધી છે. SVP હોસ્પિટલમાં 80 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ લૂંટાયા!
એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી
અમદાવાદમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે. અમદાવાદમાં હાલ 7 એક્ટિવ કેસ છે. ત્યારે આગોતરી તૈયારીના ભાગરૂપે બેડ તૈયાર કરાયા છે. કેરળમાં કેસ વધતાની સાથે AMCએ તકેદારીના પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક તમામ હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આ સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-થ્રી વ્હીલરને સબસિડી અપાઈ નથી, જાણો શું છે કારણ
SVP હોસ્પિટલમાં 80 બેડનો વોર્ડ તૈયાર કરાયો
SVP હોસ્પિટલમાં 80 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. પુરુષ વોર્ડ અને મહિલા વોર્ડમાં 30-30 બેડ તૈયાર કરાયા છે. સાથે 20 આઈસીયુના બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાઓના સ્ટોકની ચકાસણી કરવામાં આી છે. આ સાથે જ મેડીકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.