ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાને આવતો અટકાવી શકાશે, જાણો ડોક્ટરોએ શું આપી સલાહ

Text To Speech

ગુજરાતમાં કોરોના કેસ વધે નહી તે માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દિધી છે. જેમાં બૂસ્ટર ડોઝ વિના મૂલ્યે સરળતાથી મળે તે માટે તંત્રે તૈયારીઓ કરી લીધી છે. તેમજ હાલ લગ્નસિઝન શરૂ થવાની છે. તેથી લગ્નમાં રેન્ડમ ચેકિંગ જેવા પગલાં જરૂરી છે તેમ પણ અધિકારીઓ જણાવી રહ્યાં છે. કોરોનાની સંભવિત આફત ટાળવા તબીબોની સલાહ છે. જેમાં વિદેશથી આવનારા માટે 72 કલાક પહેલાનો નેગેટિવ રિપોર્ટ આવશ્યક છે. તથા ભીડવાળા વિસ્તારમાં 10 ટકા રેન્ડમ ચેકિંગ ફરજિયાત કરવું જોઈએ.

આ પણ વાંચો: વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો સત્ય

વિના મૂલ્યે સરળતાથી બુસ્ટર ડોઝ મળે તેવી સવલત તંત્રે કરવી

ચીનમાં મોટા પાયે કોરોના પ્રસરતાં હવે વિશ્વના 10 ટકા જેટલા લોકો કોરોનામાં સપડાશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે, આ સ્થિતિમાં દેશ સહિત ગુજરાતમાં તકેદારી રાખવી જરૂરી હોવાનો મત ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના તબીબોનો છે. તબીબોનું કહેવું છે કે, મોટા ભાગના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે પરંતુ લોકો બુસ્ટર ડોઝ લેવા માટે આગળ આવે તે જરૂરી છે, વિના મૂલ્યે સરળતાથી બુસ્ટર ડોઝ મળે તેવી સવલત તંત્રે કરવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદની આ મોટી કંપનીમાં જાપાની નાગરિક કોરોના પોઝિટિવ આવતા કર્મચારીઓમાં હાહાકાર

ભીડવાળા વિસ્તારમાં 10 ટકા રેન્ડમ ચેકિંગ ફરજિયાત કરવું જોઈએ

તમામ લગ્ન સમારોહ, મેળાવડા સહિતના પ્રસંગો હોય ઉપરાંત ભીડવાળા વિસ્તારમાં 10 ટકા રેન્ડમ ચેકિંગ ફરજિયાત કરવું જોઈએ એટલે કે કોવિડ ટેસ્ટ કરવા જોઈએ. આઈએમએના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ સહિત અન્ય તબીબોનું કહેવું છે કે, અમેરિકામાં નવો બુસ્ટર ડોઝ તૈયાર કરાયો છે, જે કોરોના અને ઓમિક્રોનના નવા પ્રકારમાં રક્ષણ પૂરું પાડે છે, તે પ્રકારની રસી તૈયાર કરવી પડશે, જે કોઈ વ્યક્તિનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવે તેને જીનોમ સિકવન્સિંગ માટે મોકલીને કોરોનાને વધતો અટકાવવો જરૂરી છે. આ આગોતરા પગલાં દ્વારા કોરોનાને આવતો અટકાવી શકાશે. વિદેશથી આવતાં મુસાફરના રસીના બંને ડોઝનું સર્ટિ ઉપરાંત 72 કલાક પહેલાનો કોરોનાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવો જોઈએ.

Back to top button