ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કોરોના પાછા આવ્યો, 42 એક્ટિવ કેસ સામે આવ્યા

Text To Speech
  • ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ
  • કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ અને એક પુરુષ
  • અમદાવાદ સિવિલમાં વાયરલ ઈન્ફેકશનના 100થી વધુ દર્દી નોંધાયા

ગુજરાતમાં કોરોનાના 42 એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં લોકોમાં ચિંતા વધી છે. તેમાં અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. તથા કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે. ધીમેધીમે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: આ ચાર જિલ્લામાં જળાશયોના પાણીની ઘટથી લોકોમાં ચિંતા ઉભી થઈ 

કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ અને એક પુરુષ

કુલ 5 દર્દીમાંથી 4 દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ અને એક પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ, શંકર ચૌધરીએ પહેલીવાર ગેનીબેનનું નામ લીધા વગર આપ્યો જવાબ

ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ

ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ છે. જેમાં કોરોના સાથે સ્વાઇન ફલૂથી સાવચેત રહેવા તબીબોનું સૂચન છે. અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દી ઑક્સિજન પર છે. સ્વાઇન ફલૂના 4 દર્દી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. સિવિલમાં વાયરલ ઈન્ફેકશનના 100થી વધુ દર્દી નોંધાયા છે. અસારવા સિવિલમાં રોજની ઓપીડી 800ને પાર થઇ છે. હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓની સ્વાઇન ફ્લૂના કારણે દાખલ છે. જેમની હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર ચાલી રહી છે. જેમાંથી 3 પુરુષ અને બે મહિલાઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓની ઉંમર 32થી 65 વર્ષ વચ્ચેની છે. 5 દર્દીઓમાંથી 2 દર્દીઓને વેન્ટિલેટર, એક દર્દીને બાઈપેપ, એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

Back to top button